Site icon Revoi.in

યૂએસમાં ભારતીય મૂળના લોકો કમાણીમાં સૌથી આગળ, એલન મસ્કનો દાવો, પાકિસ્તાની મૂળના લોકો 5માં ક્રમે

Social Share

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં બધાથી આગળઃ એલન મસ્ક

એલન મસ્કે દાવો કર્યો છે કે અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં જાપાન, તાઇવાન કરતા પણ આગળ છે.. પાકિસ્તાનનો આ મામલે ક્રમ પાંચમો છે. ટેસ્લાના CEO અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિકે ગુરુવારે કહ્યું કે અમેરિકામાં ઇમિગ્રાન્ટ્સ અથવા તો પ્રવાસીઓ ખૂબ જ સફળ થઈ રહ્યા છે. આમાં ભારતીય મૂળના અમેરિકનો કમાણીના મામલામાં સૌથી આગળ છે. તાઈવાન, ચીન અને જાપાન ઉપરાંત તેઓએ આ મામલે ગોરા અમેરિકનોને પણ ઘણા પાછળ છોડી દીધા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, તેમણે યુએસ સેન્સસ બ્યુરોના ડેટા પર આધારિત એક પોસ્ટ શેર કરી. તેમાં અમેરિકામાં રહેતા વિવિધ એશિયન ઇમિગ્રાન્ટ્સની મીડિયમ હાઉસ હોલ્ડ ઇન્કમ 2018 પર ફોકસ કરવામાં આવેલું છે. .

તમને જણાવી દઈએ કે મસ્ક પોતે દક્ષિણ આફ્રિકાના ઈમિગ્રન્ટ છે જે અમેરિકા આવ્યા હતા. જોકે, તેમણે જાતિ અને લિંગના આધારે આવકની અસમાનતાની દલીલને ફગાવી દીધી છે. આ પોસ્ટ શેર કરતાં એલોન મસ્કએ કહ્યું કે, “વાહ, અમેરિકા ખરેખર તકોની ભૂમિ છે.”

વાહ, અમેરિકા ખરેખર તકની ભૂમિ છે.

એલોન મસ્ક જુલાઈ 18, 2024
ભારતીય અમેરિકનોની ઘરની સરેરાશ વાર્ષિક આવક સૌથી વધુ છે
આ પોસ્ટ જણાવે છે કે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની સરેરાશ વાર્ષિક ઘરેલું આવક $119,858 છે, જે સૌથી વધુ છે. આ પછી તાઇવાન, ચીન અને જાપાનના પ્રવાસીઓની આવક આવે છે.

પાકિસ્તાની અમેરિકનો સરેરાશ ઘરેલું આવકના સંદર્ભમાં 5મા ક્રમે છે.
ડેટા એ પણ દર્શાવે છે કે પાકિસ્તાની મૂળના અમેરિકનોની સરેરાશ ઘરેલું આવક $77,315 છે, જે યાદીમાં પાંચમા ક્રમે છે. આ સિવાય ફિલિપિનો, કોરિયન, કંબોડિયન, હમોંગ અને વિયેતનામી અમેરિકનો છે.