નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના એમએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રૂ. 32 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ ક્યારેય આપણા સૈનિકોનું સન્માન કર્યું નથી. વન રેન્ક, વન પેન્શનને લઈને કોંગ્રેસ સરકાર છેલ્લા 40 વર્ષથી જવાનો સાથે જુઠ્ઠુ બોલતી હતી. આ ભાજપાએ છે ઓઆરઓપી લઈને આવી છે. દિલ્હી-અમૃતસર-કટડા એક્સપ્રેસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ તૈયાર થતા જમ્મુ-કાશ્મીર પહોંચવુ સરળ બની જશે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયા જમ્મુ-કાશ્મીરની સુંદરતા, પરંપરા, મહેમાનગતિ માણવા આતુર છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 2 કરોડથી વધારે પ્રવાસીઓ આવ્યાં હતા. મા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ કાશ્મીરની વાદીઓમાં આવીને લોકો સ્વિઝરલેન્ડને પણ ભૂલી જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ક્યારેક બંધ અને હડતાળનો સન્નાટો રહેતો હતો પરંતુ હવે રાતના લોકોની અવર-જવર જોવા મળે છે. આજે શ્રીનગરથી સંગલદાન તથા સંગલદાનથી બારામુલ્લાની ટ્રેન શરુ થઈ છે. એ દિવસો દુર નથી જ્યારે દેશવાસીઓ ટ્રેનમાં બેસીને કાશ્મીર પહોંચશે. આજે કાશ્મીરને પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન મળી છે. હવે જમ્મુ-કાશ્મીરને બે વંદે ભારત ટ્રેનની પણ સુવિધા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં વિકાસમાં સૌથી મોટી અડચણ આર્ટીકલ 370 હતી, આ અડચણને ભાજપાએ હટાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં એક સમય એવો હતો ત્યારે સ્કૂલોને આગ લગાવવામાં આવતી હતી. આજે સ્કૂલોને શણગારવામાં આવી રહી છે. પહેલા ગંભીર બીમારીના સારવાર માટે દિલ્હી થવું પડતું હતું પરંતુ હવે જમ્મુમાંજ એઈમ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર પરિવારવાદનો શિકાર થયો છે પરંતુ હવે સમગ્ર પ્રદેશ પરિવારવાદનું ચુંગલમાંથી મુક્ત થયો છે. જમ્મુ-કાશ્મીરને દસકો સુધી વંશવાદી રાજનીતિનો ડંખ સહન કરવો પડ્યો છે. તેમને માત્ર પોતાના પરિવારની ચિંતા હતી જનતાના હિતો, જનતાના પરિવારની નહીં, જો કે મને ખુશી છે કે, હવે જમ્મુ-કાશ્મીરને આ વંશવાદી રાજનીતિથી આઝાદી મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ક્યારેક બોમ્બ, બંદુક, અપહરણ, આતંકવાદને લઈને જમ્મુ-કાશ્મીરથી સમાચાર આવતા હતા પરંતુ હવે જમ્મુ-કાશ્મીર વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. હવે અમે વિકસિત જમ્મુ-કાશ્મીરનો સંકલ્પ લીધો છે. મને આપ ઉપર વિશ્વાસ છે કે, આપણે જમ્મુ-કાશ્મીરને વિકસિત બનાવીશું. 70 વર્ષથી અધુરા તમારા સ્વપ્ન કેટલાક વર્ષોમાં મોદી પુરા કરી દેશે. વર્ષ 2013માં જ્યારે બાજપની લલકાર રેલીમાં મે ભાગ લીધો હતો ત્યારે સવાલ કર્યો હતો કે, શું જમ્મુ-કાશ્મીરમાં આઈઆઈટી અને આઈઆઈએણ જેવી શૈક્ષણિક સંસ્થા ના હોવી જોઈએ, અમે એ વાયદા પુરા કર્યાં છે અને આજે જમ્મુ-કાશ્મીરમાં આઈઆઈટી અને આઈઆઈએમ છે. એટલે જ લોકો મોદીને ગેરંટીને સમજે છે.