રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે. આજે મતદારોનો દિવસ છે .અને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા માટે મતદારોએ મતદાન માટે કતારો લગાવી છે.
મહાપાલિકાની ચૂંટણીમાં આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદારો પોતાનો મત આપવા માટે વિવિધ મતદાન કેન્દ્રોની અંદર લાઈન લગાવીને ઉભા રહયા છે. રાજકોટના કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 10 લાખ 93 હજાર જેટલી છે. 72 બેઠકો માટે 293 ઉમેદવારો મેદાનમાં છે અને 10 લાખ અને 93 હજાર કરતા વધુ નોંધાયેલા મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજકોટ દોડતું ભાગતું શહેર છે. આજે 5 વર્ષ બાદ રાજકોટવાસીઓને મોકો મળ્યો છે, પોતાના પ્રતિનિધિ પોતાના નગરસેવકને પસંદ કરવાનો .. હંમેશા લોકોની ફરિયાદ હોઈ છે કે પોતાનો નગરસેવક કોઈ કામ કરતો નથી, આજે મોકો છે કામ કરનારા અને સાચા સ્વચ્છ પ્રતિભાના ઉમેદવારને પસંદ કરવાનો દિવસ છે.