- લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામપૂર્ણતાના આરે
- થોડા સમયમાં ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો
- 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજનું નવીનીકરણ
રાજકોટ: શહેરમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ચારે તરફ બ્રિજ બનાવામાં આવ્યા છે અને તેમાં પણ લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હતું.પરંતુ હવે આ અન્ડર બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને થોડા સમયમાં આ અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.
રાજકોટના નાનામૌવા અને ૧૫૦ ફુટ રિંગરોડથી શહેરને જોડતા એકમાત્ર લક્ષ્મીનગર અંડરપાસનું નવીનીકરણ કરીને ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા ઘણા સમયથી શહેરીજનો ભારે ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા છે. તેનાથી હવે થોડા દિવસોમાં છુટકારો મળશે અને તેમાં પણ ઓફિસ ટાઇમ અને શાળા છૂટવાના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાય છે.
શહેરીજનો બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય તે પહેલા ટ્રાફિકની પરેશાનીથી ઘેરાયેલા છે ત્યારે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું.