1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શીત લહેરનું મજુ ફરી વળતા લોકો ઠુંઠવાયાં, નલિયા સૌથી ઠંડુ નગર
ગુજરાતમાં શીત લહેરનું મજુ ફરી વળતા લોકો ઠુંઠવાયાં, નલિયા સૌથી ઠંડુ નગર

ગુજરાતમાં શીત લહેરનું મજુ ફરી વળતા લોકો ઠુંઠવાયાં, નલિયા સૌથી ઠંડુ નગર

0
Social Share
  • રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 14 ડીગ્રીની આસપાસ રહ્યો
  • આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની આગાહી

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો હાલ કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન નલિયા રાજ્યનું સૌથી ઠુંડ નગર રહ્યું હતું. નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડીને 16 ડીગ્રીએ પહોંચ્યો છે. રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા છે. રાજ્યમાં ઠંડી વધતા જનજીવનને પણ અસર પહોંચી છે.

ગુજરાતમાં ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફંકાય રહ્યાં હોવાથી લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં આગામી તાપમાન યથાવત રહેવાની શકયતા છે. દરમિયાન ગાંધીનગરમાં 14 ડીગ્રી, ડિસામાં 13 ડીગ્રી, રાજકોટમાં 14 ડીગ્રી, કેશોદમાં 12, કંડલા અને ભુજમાં 12-12 ડીગ્રી, પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં 14-14 તથા અમરેલીમાં 15 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઠંડી વધતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. તેમજ વહેલી સવારે અને રાતના સમયે લોકો કામ વગર બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરની સરખામણીમાં રાજ્યમાં ચાલુ મહિનામાં વધારે ઠંડી પડવાની શકયતા છે. ડિસેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન વધારે હોવાથી ઓછી ઠંડી પડી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, અને આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા છે. આગામી પાંચ દિવસ તાપમાન સામાન્ય રહે છે, તેમજ હાલ વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code