લોકોને વ્હોટ્સએપ પર વિકસિત ભારતવાળા મેસેજ મોકલવાનું બંધ કરો, ચૂંટણી પંચનો સરકારને આદેશ
નવી દિલ્હી: વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતા વ્હોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે રોક લગાવી છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા અને આદર્શ આચાર સંહિતાને લાગુ કરવા છતાં સરકારની સિદ્ધિઓ વાળા મેસેજ હજી પણ નાગરિકોને ફોન પર મોકલાય રહ્યા છે. તેના પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વ્હોટ્સએપ મેસેજિઝ પર તાત્કાલિક રોક લગાવે.
મહત્વપૂર્ણ છે કે વિકસિત ભારત સંકલ્પ નામના વેરિફાઈડ વ્હોટ્સએપ એકાઉન્ટથી મોટી સંખ્યામાં લોકોને પીએમ મોદીનો પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે તે પત્ર વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીજીની આગેવાનીવાળી ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. ગત 10 વર્ષોથી ભારત સરકારની યોજનાઓનો સીધો લાભ દેશના 80 કરોડથી વધારે નાગરિકોને મળે છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારા સાથ અને તમારા સૂચન ઘણાં મહત્વપૂર્ણ છે. માટે તમને અનુરોધ છે કે યોજનાઓને લઈને તમારા વિચાર અવશ્ય લખો.
ચૂંટણી પંચમાંથી નિર્દેશ મળ્યા બાદ MeitYએ પંચને જણાવ્યું છે કે આ પત્ર આદર્શ આચાર સંહિતાના લાગુ થતા પહેલા મોકલવામાં આવ્યો હતો. જો કે તેમાંથી કેટલાક મેસેજિઝ સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાઓના કારણે લોકોને વિલંબથી ડિલીવર થયા છે. પંચે MeitYને આ મામલાનું તાત્કાલિક પલન કરીને રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપ્યો છે. આ પગલું સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉઠાવાય રહેલા પગલા વચ્ચે આવ્યું છે.
19 માર્ચે ચંદીગઢના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને પ્રદર્શિત કરનારા વ્હોટ્સએપ મેસેજ મટોી સંખ્યામાં મોકલવા બાબતે ફરિયાદને યોગ્ય કાર્યવાહી માટે ચૂંટણી પંચ સમક્ષ મોકલી હતી. ફરિયાદની તપાસ બાદ જિલ્લા મીડિયા સત્યાપન અને નિરીક્ષણ સમિતિએ આદર્શ આચાર સંહિતાના પ્રથમ દ્રષ્ટિએ ઉલ્લંઘનના પુરાવા જોયા હતા. આદર્શ આચાર સંહિતા ગત સપ્તાહે લોકસભા ચૂંટણી કાર્યક્રમની ઘોષણા સાથે લાગુ થઈ છે. આ ફરિયાદ પોલ પેનલની સીવિજિલ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી અને મામલા પર સત્તાવાર નિવેદનમાં ફરિયાદકર્તાનો ઉલ્લેખ ન હતો.