Site icon Revoi.in

અમદાવાદના નારણપુરામાં ડમ્પ સાઈટને લીધે લોકોએ BRTS બસોને રોકી કર્યો ચક્કાજામ

Social Share

અમદાવાદઃ શહેરના નારણપુરા AEC ચાર રસ્તા પાસે સ્થાનિકોએ BRTS બસોને રોકીને ચક્કાજામ કર્યો હતો. AEC ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને સ્થાનિકોને સમજાવટનો પ્રયાસ શરૂ કર્યો હતો. 30 મિનિટ સ્થાનિક લોકોએ રસ્તો રોકી રાખ્યો હતો. ભાજપના એકપણ કોર્પોરેટર સ્થાનિકોને સમજાવવા કે સમસ્યા ઉકેલવા આવ્યા નહતા. લોકોએ AMC હાય હાયના નારા લગાવવાના શરૂ કર્યા હતા. દરમિયાન પોલીસની સમજાવટ અને ગાંધીનગરથી આ સમસ્યાના ઉકેલની ખાતરી આપી દેવાતાં સ્થાનિકોએ રોડ ખુલ્લો કરી દીધો. સ્થાનિક લોકો રોડ પર ઊતરી વિરોધ કરતાં વિજય થયો હતો. ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તેમજ કોર્પોરેટર જયેશ પટેલ વિરોધ પૂરો થતાં ડંપિંગ સાઇટ પણ પહોંચ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારણપુરા એઈસી ચાર રસ્તા પાસે કચરાની ડમ્પિંગ સાઈટ બનાવાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. અને બીએસઆરટી બસો રોકીને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે  અહીં છેલ્લા કેટલાય સમયથી કચરો નાખવામાં આવે છે, જેને કારણે ખૂબ જ પ્રદૂષણ થાય છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોને જાણ હોવા છતાં પણ આ સમસ્યા ઉકેલવાની કોઈ દરકાર લીધી નહતી. ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલના નારણપુરા વોર્ડમાં આવેલી આ ડંપિંગ સાઈટને દૂર કરવા માટે સ્થાનિક લોકો વિરોધ કરવા રોડ પર ઊતર્યા હતા. એઈસી ચાર રસ્તા નજીક કન્સ્ટ્રક્શન મટીરિયલ ડમ્પ કરવાના મામલે લોકોમાં રોષ ફેલાયો છે. ભંગાર નાખવાને કારણે વાયુ- પ્રદૂષણ થતું હોવાની લોકોની રજૂઆત છે. પોલીસની સમજાવટ અને ગાંધીનગરથી આ સમસ્યાના ઉકેલની ખાતરી આપી દેવાતાં સ્થાનિકોએ રોડ ખુલ્લો કરી દીધો. સ્થાનિક લોકો રોડ પર ઊતરી વિરોધ કરતાં વિજય થયો હતો. ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તેમજ કોર્પોરેટર જયેશ પટેલ વિરોધ પૂરો થતાં ડંપિંગ સાઇટ પણ પહોંચ્યા હતા.

ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે અનેક વખત આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર આ જગ્યા પર સંકટ દૂર કરવાની કામગીરી અટવાઇ પડી હતી. આજે સ્થાનિક લોકોએ આ મામલે વિરોધ કર્યો હતો. ગત અઠવાડિયે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઇ હતી અને ડમ્પસાઇટને દુર કરવા અંગેની વાત અમે કરી હતી. પરંતુ આજે સ્થાનિક લોકોએ 10 દિવસ પહેલા જ વિરોધ કરતા હવે ઝડપથી આ જગ્યા પરથી દૂર કરવામાં આવશે.