ઘરના વડિલોને કહેતા સાંભળ્યા હશે કે ડુંગળી ખાય છે તો દૂધ ન પીતો, અથવા તો નોનવેજ ખાધુ છે તો હવે દૂઘ ન લેતા..જો કે આ દરેક બાબત આર્યુવેદ સાથે જોડાયેલી છે, ઘણી ખાદ્ય વસ્તુઓ વી છે કે જેને દૂધ સાથે લઈને તો આરોગ્યને નુકશાન થવાની સંભાવનાઓ છે.
દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, જો કે કેટલીક વસ્તુઓ સાથે જો દૂધ ન પીએ તો વધારે સારુ રહે છે.
માસ મચ્છી દૂધ પીવામાં આવતું નથી,દૂધ અને માછલીને ક્યારેય એકસાથે કે આગળ પાછળ ન ખાવું જોઈએ, કારણ કે દૂધ પોતામાં સંપૂર્ણ છે. દૂધમાં શરીરમાં પચવા માટે સમયની જરૂર હોય છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્ત્વો રહે છે. તેને અન્ય કોઈપણ પ્રકારના પ્રોટીન જેવા કે માંસ-માછલી વગેરે સાથે મિશ્રણ કરવાથી પાચક સિસ્ટમ પર ઘણો દબાણ આવે છે.
આ સાથે જ જો રાત્રે તમને દૂધ પીવાની આદત હોય તો તે તમારે 10 વાગ્યા પહેલા પી લેવું જોઈએ મોડેથી પીવાતું દૂધ પચવામાં સમય લે છે અને એ દૂધ ફાયદાના બદલે નુપકશાન કરે છે. આ સાથે જ રાત્રે સુતા વખતે જ્યારે દૂધ પીવો છો ત્યારે બાદ તેના પર કોઈ જ બીજી વસ્તુઓ ન ખાવી જોઈએજો તમે ખાટ્ટા ફળો કે ખાટ્ટી વસ્તુઓ ખાધી હોય તો તેના પર દૂધ પીવાનું પમ ટાળજો, નહી તો પેટની સનમસ્યા સર્જાય શકે છે.