વારંવાર બિમાર પડતા લોકોએ આ કેટલીક વસ્તુઓને રોજીંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ, જેનાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત
- આદુ,હરદળ આમળઆ રોગપ્રતિકારક શક્તિ વધઆરે છે
- વારંવાર બીમાર પડતા લોકોએ કરવું જોઈએ સેવન
કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓ એક મહિનામાં 4 થી 5 વખત બીમાર પડી જતા હોય છે,તાવ આવવો, શરદી-ખાસી થવી શરીર નબળું પડી જવું તેવી ફરીયાદો રહે છે,જો તમે પણ આમાથી એક છો તો તમારે તમારા રોજીંદા આહારમાં થોડો બદલાવ કરવાની જરુર છે, કેટલાક એવા રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ફળો કે શાકભાજીઓ છે જેને તમારા દિવસ દરમિયાન ખાવા જોઈએ તો ચાલો જાણીએ એવા ફૂડ વિશે જે તમને બીમાર પડતા અટકાવશે અને તમને તંદુરસ્ત બનાવશે.
જો ઉનાળાની વાત કરીએ તો અત્યારે રસદાર ફળો ખાવા જોઈએ ખાસ કરીને પાઈનેપલ, ઓરેન્જનું સેવન ગુણકારી છે.નારંગી આ સાઇટ્રસ ફળોમાં ગણાય છે. તમામ પ્રકારના ખાટાં ફળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. ઠંડીની અસર સાથેનું આ નારંગી ઉનાળાની ઋતુમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમાં હાજર વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
આ સાહીત લીલા પાનવાળઆ શાકભાજી તમને મજબૂત બનાવાની સાથે સાથે એનર્જી પુરી પાડે છે.લીલા ઘાણા ,પાલકની ભાજી મેથીની ભાજી આ તમામને ખોરાકમાં સમાવીલેવા જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને.લીલા શાકભાજીમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લસણ, પાલક, બ્રોકોલીથી લઈને ટામેટાં સુધી આ તમામ શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. લસણમાં મળતું એલિસિન કમ્પાઉન્ડ રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આદુની જો વાત કરવામાં આવે તો દારક એન્ટીઑકિસડન્ટ, વિટામિન સી, બી અને ઇથી ભરપૂર આદુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુનું યોગ્ય રીતે સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને સંક્રમણ સામે લડવાની ક્ષમતા પણ વધે છે. આ બદલાતી સિઝનમાં આદુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહેશે.જે તમને બીમાર પડતા રોકે છે.
હળદરનું સેવન કરવાથઈ પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે.હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો ચેપની શક્યતા ઘટાડે છે. બીજી તરફ, કાળા મરી સાથે હળદર ભેળવીને ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આ સહીત એક ગ્લાસ પાણીમાં તજ, હળદર અને એલચી ઉમેરીને, તેને થોડીવાર રહેવા દીધા પછી, તમે તેને ગાળીને પી શકો છો. આ સાથએ જ ગરમ દૂધમાં હળદર નાખઈને પણ પીવું જોઈએ.