Site icon Revoi.in

વર્કઆઉટ કરતા લોકોએ  પોતાના ખોરાકમાં પ્રોટીનથી ભરપુર આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન

Social Share

સામાન્ય રીતે આજકાલ લોકો ફિટ રહેવા માટે કસરત કરતા હોય છે મોટા ભાગના લોકો વર્કઆઉટ માટે જીમ જતા હોય છે, જો તમે વર્કઆઉટ કરતા હોવ તો તમારે ખઓરાક પ્રત્યે સભાન બનવું જોઈએ કારણ કે વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટ લેવું પણ ખૂબ જ જરૂરી છે.તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરી શકો છો.પ્રોટીનથી ભરપૂર આ ખારોકને લેવેથઈ તમે ફીટ રહી શકો છો તમારી ઊર્જાને જાળવી શકો છો.

જાણો પ્રોટીનથી ભરપુર કયો ખોરાક લેવો જોઈએ

કઠોળ-દાળ –કઠોળ અને દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. મસૂર કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે વર્કઆઉટ કરો છો તો તમારે કઠોળનું નિયમિત સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ખાસ કરીને ચણા,અને ફણગાવેલા મગ પ્રોટીનનો સારો સ્ત્રોત ગણાય છે સવારે નાસ્તામાં તેનો સમાવેશ કરવો જોઈએ.

બીટ – તમારા આહારમાં બીટના રસનો સમાવેશ કરી શકો છો. બીટરૂટમાં આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. વર્કઆઉટ કર્યા પછી તમે બીટના રસનું નિયમિત સેવન પણ કરી શકો છો.જો તમે ઈચ્છો તો તેમાં ગાજરનો રસ પણ એડ કરીને પી શકો છો.

ઈંડા – ઈંડા પ્રોટીનનો ખાસ સ્ત્રોત છે. તેઓ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. વર્કઆઉટ પછી તમે ઈંડાનું સેવન કરી શકો છો. આ શરીરને સ્નાયુ પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. ઇંડા ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તમે તેને બાફેલા ઈંડા અથવા ઓછા તેલમાં અથવા ઘીમાં આમલેટ રીતે ખાય શકો છો.

કેળા – કેળા એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં બીજા ઘણા પોષક તત્વો પણ હોય છે. તે શારીરિક નબળાઈ દૂર કરવાનું કામ કરે છે. તમે કેળાનું સેવન સ્મૂધી અથવા શેકના રૂપમાં કરી શકો છો.