Site icon Revoi.in

લોકોને ખિસ્સા પર પડશે ભાર,રાજકોટમાં કપાસિયા કરતા સરસવ,દિવેલ મોંઘું થયું

Social Share

રાજકોટ: પેટ્રોલ-ડીઝલની કિંમત તો અત્યારે લોકોને પરેશાન કરી જ રહી છે ત્યારે અન્ય જીવન જરૂરીયાત વસ્તુઓના ભાવમાં વધારો થતા પણ લોકો હવે વધારે ચિંતામાં આવ્યા છે. જાણકારી અનુસાર રાજકોટ શહેરમાં પણ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે.

કૃત્રિમ તેજી અને સટ્ટાખોરીને કારણે તેલબજારમાં હાલ, સતત ભાવવધારો જોવા મળે છે. જેને કારણે સામાન્ય લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. દિવેલમાં રૂ.20નો વધારો થયો છે આ સાથે જ કપાસિયા તેલ કરતા દિવેલ અને સરસવ મોંઘું બન્યું હતું.

જો વાત કરવામાં આવે સિંગતેલની તો તેની કિંમત રૂ.2300ની સપાટી કુદાવ્યા બાદ તેના ભાવ સ્થિર થયા છે પણ આ ભાવ પણ ઓછો ગણી શકાય નહીં. અત્યારે તમામ તેલના ભાવ જોઈએ તો જેમાં પામોલીન, સનફ્લાવર અને કોર્ન ઓઈલ જ રૂ. 2100ની સપાટીની અંદર છે. જ્યારે બાકીના તેલમાં રૂ.2300 થી લઇને રૂ.2700 સુધીનો ભાવ છે. જોકે ભાવવધારા માટે વેપારીઓ શોર્ટ સપ્લાયનું કારણ આગળ ધરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પછી લોકોની આવક ઓછી થઈ છે અથવા કેટલાક લોકો એવા છે કે જેમને નોકરી પણ ખોવાનો વારો આવ્યો છે. કોરોનાવાયરસથી ભલે અત્યારે રાહત મળી રહી હોય પણ કેટલાક ક્ષેત્રે હજુ પણ લોકો આર્થિક રીતે સક્ષમ બન્યા નથી. લોકોને આ પ્રકારની મોંઘવારીથી અનેક પ્રકારની તકલીફ પડી રહી છે.