Site icon Revoi.in

લોકોએ કરવો પડશે ભારે ગરમીનો સામનો , હવામાન વિભાગે દેશમાં માર્ચ સુધીમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવાની આગાહી કરી

Social Share

દિલ્હીઃ હાલ ફેબ્રુઆરી મહિનાનો અંત ચાલી રહ્યો છે ત્યાંજ કેટલાક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે આવી સ્થિતિમાં આગામી મ હિનામાં ગરમી વધે તો નવાઈની વાત નહી હોય આ બબાતે હવામામન વિભઆગે પણ આગાહી કરી છે કે માર્ટચ મહિનાથી દેશભરમાં ગરમીનો પારો વધી  શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ રહેવાની ધારણા છે.આ સાથે જ માર્ચના પ્રથમ પખવાડિયામાં તાપમાનનો પારો વધી શકે છે. ઉત્તરપશ્ચિમ ભારતના એક અથવા બે હવામાનશાસ્ત્રીય પેટાવિભાગોમાં 40 °C અને તેથી વધુ.

આ સાથે જ દેશના ઘણા ભાગોમાં પહેલેથી જ ઉચ્ચ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય રીતે માર્ચના પ્રથમ સપ્તાહમાં નોંધાય છે. જેના કારણે આ વર્ષે તીવ્ર ગરમી અને હીટ વેવની ચિંતા વધશે. લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે.વધુમાં વિગત આપતા કહેવામાં આવ્યું છે તે સામાન્ય કરતાં વધુ તાપમાન ઘઉં અને અન્ય પાક પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉચ્ચ તાપમાન ઉપજ માટે હાનિકારક છે. અન્ય ઉભા પાકો અને બાગાયત પર પણ આવી જ અસર થઈ શકે છે.