- દિલ્હીની આબોહવા હાલ પણ ખરાબ શ્રેણીમાં
- 21 નવેમ્બર સુધી ખરાબ હવાથી નહી મળે રાહત
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાની દિલ્હી સહીત એનસીઆર પ્રદેશોમાં હવાની ગુણવત્તા ખરાબ નોંધાઈ રહી છે, વાયુ પ્રદુષણ એટલા સ્તરે વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પમ તકલીફ સર્જાઈ રહી છે,ત્યારે હજી પણ આવનારી 21 નવેમ્બર સુધી દિલ્હીની હવા ઝેરીલી રહેશે તેમાં જનતાને કોઈ રાહત નહી મળે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21 નવેમ્બર સુધી હવાની ગુણવત્તા સૂચકાંક અત્યંત નબળી શ્રેણીમાં રહેવાની ધારણા છે. આગામી બે દિવસમાં પરાળી બાળવાથી નીકળતા ધુમાડામાં ચોક્કસ ઘટાડો થશે તેવી અપેક્ષા છે. આ દિવસોમાં હરિયાણા અને પંજાબ સહિત આજુબાજુના રાજ્યોમાંથી હવાનું દબાણ ઓછું રહેશે, પરંતુ દિલ્હીમાં પવનની ગતિ ધીમી હોવાથી પ્રદૂષક અહીં રહેશે.
બુધવારે દિવસ માટે હવાની ગુણવત્તા સૂચકાંક 375 પર નોંધાયો હતો. અહીં પીએમ 10નું સ્તર 316 અને પીએમ 2.5નું સ્તર 200 હતું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલ સફરના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીની હવામાં પરાળી બહાળવાના કારણે પ્રદૂષણનો હિસ્સો લગભગ 6 ટકા હતો. દરમિયાન, પરાળી સળગાવવાના કુલ 2643 કેસ નોંધાયા હતા.
આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નીચા તાપમાન અને ધીમી હવાની સ્થિતિને કારણે 21 નવેમ્બર સુધી નીચા વેન્ટિલેશન ઇન્ડેક્સનો અંદાજ છે, જે પ્રદૂષકોના ફેલાવા માટે પ્રતિકૂળ છે. 21 નવેમ્બરે પ્રમાણમાં મજબૂત પવન ફૂકાવા સાથે, ત્યારબાદ હવાની ગુણવત્તામાં થોડો સુધારો થઈ શકે છે