Site icon Revoi.in

ગુજરાતના આ ટાપુ પર હવે લોકો જઈ શકશે,ચાર વર્ષ બાદ પ્રવાસીઓને મળશે એન્ટ્રી

Social Share

ગુજરાતમાં જામનગર બાજુ આવેલા ટાપુ જેનું નામ છે પિરોટન ટાપુ, હવે આ ટાપુ પર પ્રવાસીઓને ફરવા માટેની પરવાનગી આપવામાં આવશે. જાણકારી અનુસાર ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે પ્રતિબંધ દુર થતા મુલાકાતીઓ પરવાનગી લઈને જઈ શકે. દરીયાઈ જીવસુષ્ટી માટે સ્વર્ગ ગણાતી જગ્યાએ એટલે પિરોટન ટાપુ એવું કહેવાય

દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે વન વિભાગ પાસેથી નિયત પરવાનગી પ્રાપ્ત થયા બાદ જ મુલાકાત લઇ શકાશે. દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત માટે વન વિભાગ ઉપરાંત અન્ય વિભાગોની પરવાનગી લેવાની આવશ્યક રહેતી હોય તો, અન્ય વિભાગો તરફથી જરૂરી પરવાનગી પ્રાપ્ત થયા બાદ, જે-તે વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ નિયમો / માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

18 વર્ષથી ઓછી વયના બાળકો સાથે કોઇપણ એક વાલી હોવા ફરજીયાત છે. 18 વર્ષથી ઓછી વયના બાળકોને કોઇપણ સંજોગોમાં એકલા પરમીટ ઇશ્યુ કરવામાં આવશે નહી. પરવાના ધારક અભયારણ્ય વિસ્તારમાં આગ લગાવી શકશે નહી. પરવાના ધારક કોઇપણ પ્રકારના હથિયાર, અન્ય વિસ્ફોટક પદાર્શ, જ્વલનશીલ પદાર્શ કે ઝેરી પદાર્શ લઇ જઇ શકશે નહી.

આ ઉપરાંત પરવાના ધારક કોઇપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહી. પરવાના ધારક કોઇપણ સરકારી સંપત્તિને કોઇપણ પ્રકારે નુકશાન પહોંચાડી શકશે નહી. પરવાના ધારક કોઇપણ પ્રકારનો કચરો ફેંકી શકશે નહી.