અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ રોજના માત્ર 20થી25 જેટલાં નોંધાઈ રહ્યા છે. એટલે કે, કોરોના પર નિયંત્રણ મેળવી લેવાયું છે. સરકારે વેક્સિનેશનની ઝૂંબેશ આદરીને વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. ગુજરાતમાં પણ સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે. ત્યારે દિવાળીના તહેવારોમાં લોકો સાવચેત ન રહેતો ભારે પડી શકે છે. તબીબોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. કે, દિવાળી ના તહેવારમાં સાવચેતી નહીં રાખો તો ત્રીજી લહેર આવી શકે છે. જેથી સાવચેતી રાખવા અમદાવાદ મેડિકલ એસોસિએશને સરકારને અને લોકોને અપીલ કરી છે. સાથે જ કહ્યુ કે, કેરળ, મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા જોઈએ.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરળ, મહારાષ્ટ્રથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરો. હાલ દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે નીકળ્યા છે. ત્યારે બહારથી આવતા લોકો પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે. દિવાળીમાં બહાર જતા લોકોને તકેદારી રાખવી જરૂરી છે. નહિ તો ફરી કોરોના માથું ઉંચકી શકે છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અન્ય રાજ્ય અને વિદેશમાં પણ કોરોના કેસ વધ્યા છે, જેના પગલે સાવચેતી જરૂરી છે.
હાલ કોરોનાએ જે રીતે દક્ષિણ ગુજરાતમાં માથુ ઉચક્યુ છે તે જોતા ગુજરાતના એક શહેરે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં દિવાળીએ બહારથી આવનારાઓને RTPCR કરાવવો પડશે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ દિવાળીમાં શહેર બહારથી આવનારાને RTPCR કરી લેવાની અપીલ કરી છે. સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળીમાં વતન જશે. તેથી સાવચેતીના ભાગ રૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે.