ભાજપની તરફેણમાં મતદારો મતદાન કરીને વિકાસયાત્રાને આગળ વધારશેઃ પાટિલ
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે સવારે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ ગુજરાતની તમામ છ કોર્પોરેશનમાં ફરીથી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ અને સુરત સહિત છ કોર્પોરેશન માટે મતદાન યોજાઈ રહ્યું છે. ચાર કોર્પોરેશનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે એટલું જ નહીં બે કોર્પોરેશનમાં 35 વર્ષથી ભાજપ જનતાની સેવા કરી રહી છે. ભાજપ દ્વારા જે સુશાસન આપવામાં આવ્યું છે. જેથી પ્રજા ભાજપની સાથે જ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા ભાજપની તરફેણમાં મતદાન કરીને વિકાસમાં સહયોગ આપશે. ગુજરાતમાં વર્ષોના શાસનમાં ભાજપે પ્રજાનો વિશ્વાસ સંપાદીત કર્યો છે. તે ફલીભૂત થશે. તેમણે ભાજપ તરફી મતદાન કરીને તમામ કોર્પોરેશનમાં જંગી બહુમતીથી ભાજપને જીતાડવા માટે અપીલ કરી હતી.