મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવશે.
સીએમ એકનાથ શિંદેએ કર્યો મોટો દાવો
શિંદેએ શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના થાણે એકમમાંથી ઘણા કાર્યકરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના શાસક ગઠબંધને વિકાસ કાર્યો કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની ગતિને ઝડપી બનાવી છે.
શિંદેએ કહ્યું, “જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તેઓ મહા વિકાસ અઘાડી (MVA) અને મહાયુતિ સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરશે. “લોકો જેઓ કામ કરે છે તેમને મત આપે છે, જે ઘરે બેસી રહે છે તેમને નહીં.” તેમણે કહ્યું કે સરકારે કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે બજેટમાં જોગવાઈઓ કરી છે.
CM એકનાથ શિંદેએ શું કહ્યું?
શિંદેએ કહ્યું કે નાણાકીય બોજનો મુદ્દો ઉઠાવનારા લોકો આવા કામને પચાવી શકતા નથી અને તેમને ચૂંટણીમાં હારનો અહેસાસ થઈ ગયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું મારી બહેનોને કહેવા માંગુ છું કે તેઓ તેમના સાવકા ભાઈઓથી સાવચેત રહે જેઓ આ યોજનાનો વિરોધ કરે છે. શિંદેએ કહ્યું કે આ યોજનાઓના લાભાર્થીઓ વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે.
તેમણે કહ્યું કે મને ખાતરી છે કે લોકો અમારા પર વિશ્વાસ કરશે કારણ કે અમારી સરકારે લોકો માટે કામ કર્યું છે. અમે MVA દ્વારા વિકાસના માર્ગમાં મૂકાયેલા તમામ અવરોધોને દૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે.