Site icon Revoi.in

ઘરેથી કામ કરનારા લોકોને મળશે રાહત, સરકાર બનાવશે નવો કાયદો

Social Share

દિલ્લી: કોરોનાના સમયમાં કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોને કંપની દ્વારા ઘરેથી કામ કરવાની ભલામણ કરી દેવામાં આવી. કેટલીક કંપનીઓમાં ઘરેથી કામ કરનારા વ્યક્તિઓ સાથે અન્યાય થવાની પણ વાતો બહાર આવી છે ત્યારે હવે આ બાબતે સરકાર નવો કાયદો બનાવશે જેનાથી ઘરેથી કામ કરનારા લોકોને ફાયદો થવાની સો ટકા સંભાવના છે.

વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરથી કામ કરનારા કર્મચારીઓને લઇને સરકાર એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે જેનાથી કર્મચારીઓની હિતોની રક્ષા કરી શકાય.

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર વર્ક ફ્રોમ હોમને લઇને એક લીગલ ફ્રેમવર્ક બનાવવા માંગે છે જેમાં ઘરેથી કામ કરનારા કર્મચારીઓ માટે કામ કરવાના કલાકો નક્કી કરવાની સાથે વિજળી અને ઇન્ટરનેટ ખર્ચમાં થયેલા વધારાને લઇને કેવી રીતે ચૂકવણી કરવામાં આવે તેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વિષયોને લઇને નિષ્ણાંતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ નામે શરૂ થયેલી નવી સિસ્ટમનો અભ્યાસ કરવા માટે એક કન્સલટેન્સી ફર્મની નિમણૂક કરવા પર વિચાર કરી રહી છે.

વાસ્તવમાં માર્ચ 2020માં કોરોના વાયરસની શરૂઆત થઇ ત્યારથી દેશમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. અનેક કંપનીઓમાં હાલમાં વર્ક ફ્રોમ હોમ હેઠળ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. હવે તો કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોમ પણ આવી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ફરીથી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહી શકે છે.