Site icon Revoi.in

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં ગંદકી અને ઊભરાતી ગટરને લીધે લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ

Social Share

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની નિષ્ર્કિયતાને લીધે ઠેર ઢેર ગંદકી અને ઊભરાતી ગટર જોવા મળી રહી છે. શહેરમાં ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી જનતા પરેશાન છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 3માં ગંદકીનો માહોલ સર્જાયો છે. ત્યારે  સ્થાનિક રહિશોએ  તંત્રથી નારાજ થઈ હલ્લાબોલ કર્યો હતો. તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ ઉકેલ ન આવતા તંત્ર સામે વોર્ડ નં-3ના રહિશોએ ભેગા થઈ હલ્લાબોલ કર્યો હતો.

ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા એ જૈનોનું સુપ્રસિદ્ધ તિર્થસ્થાન છે. રોજબરોજ દેશ-વિદેશથી એનેક જૈનો તિર્થસ્થાનની મુલાકાતે આવતા હોય છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. ભાજપ શાસિત નગરપાલિકાનું તંત્રમાં આંતરિક ખટપટો વધુ હોવાથી સુદ્રઢ વહિવટ માટે ધ્યાન આપવામાં આવતું નથી. શહેરના વોર્ડ નંબર 3ના રહિશોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘરની પાછળની દિવાલોમાં સતત ગંદકીનો માહોલ છે. જેનાથી અમારા બાળકને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગ થવાની શક્યતા ઉભી થાય છે અનેક વખત નગરસેવકોને રજૂઆત કરવામાં આવી હતી, પણ નગરસેવકો એવું કહી રહ્યા છે કે, અમારું ઉપર કોઈ સાંભળતું જ નથી. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી કોંગ્રેસના નગરસેવકોના વિસ્તારમાં કોઈપણ વિકાસના કામો થવા દેતા નથી. રહિશોએ નગર પાલિકા સામે રોષ ઠલાવતા કહ્યું હતું કે, નગરપાલિકાના સેવકો દ્વારા ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા કરવામાં આવે છે અને પાછળથી કોઈ પણ કામ કરવામાં આવતું નથી. અમને અમારો ન્યાય મળે અને આ ગંદકીના મહોલમાંથી છુટકારો મળે તેવી લોક માંગ કરવામાં આવી છે.