દિવાળીને લઈને લોકોના વિચાર આવા પણ છે,તમારે જાણવા જોઈએ
ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, દરેક લોકો જાણે છે કે આ દિવસ ભગવાન શ્રી રામ શ્રીલંકાના રાજા રાવણને હરાવીને પરત અયોધ્યા ફર્યા હતા,આ દિવસની ખુશીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, પણ આ દેશમાં તથા શ્રીલંકા અને અન્ય દેશોમાં દિવાળીને લઈને અલગ પ્રકારે વિચારવામાં આવે છે.
શ્રીલંકામાં રહેતા તમિલ લોકો વિચારે છે કે રાવણ દ્વારા જે રીતે ખોટુ કૃત્ય કરવામાં આવ્યું, જેની તેને સજા પણ મળી, ભગવાન શ્રી રામે સજા પણ કરી, પણ આ યુદ્ધમાં ભગવાન શ્રી રામની જીત કે રાવણની હાર થઈ નથી, આ વાતને એવી રીતે પણ સમજવી જોઈએ કે ભગવાન શ્રી રામ આપણને જણાવવા માંગતા હતા કે આ જીત એ સારી તાકાતની જીત છે. સારી તાકાતની ખોટી તાકાત પર જીત છે. અને આ માધ્યમથી કદાચ ભગવાન શ્રી રામ તે પણ જણાવવા માંગતા હતા કે દરેક લોકોએ સમજવું જોઈએ કે ખોટુ અથવા અસત્ય ભલે ગમે એટલું મજબુત અને તાકાતવર હોય પણ સચ્ચાઈ અને સત્ય કરતા તો એ હંમેશા કમજોર જ રહે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં રહેતા તમિલ લોકો દ્વારા દિવાળીને ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ પર્વને લઈને એવુ માને છે કે સચ્ચાઈ અને સારાઈની અસુરી તાકાત પર જીત થઈ છે. દિવાળીના દિવસે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં રજા પણ આપવામાં આવે છે. અને ભગવાન શ્રી રામના ભક્ત માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં છે.