Site icon Revoi.in

ઑસ્કરમાં ભારતનો વાગ્યો ડંકો: પહેલા દિલ જીતનારી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પીરિયડ એન્ડ ઓફ સેંટેન્સે હવે જીત્યો એવોર્ડ

Social Share

ઓસ્કાર-2019માં ભારતને મોટી સફળતા મળી છે. પીરિયડ ડેવા ટેબૂ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સને 91મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્ય છે. ફિલ્મની કહાની, સબ્જેક્ટ અને સ્ટારકાસ્ટ ભારતીય છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉત્તર પ્રદેશના હાપુડમાં રહેતી કિશોરીઓના જીવન પર બનેલી છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આજેપણ આપણા સમાજમાં ગામડાઓમાં પીરિયડ્સને લઈને શરમ અને ડર છે. માસિક જેવા મહત્વના મુદ્દાને લઈને લોકોની વચ્ચે જાગરૂકતાની ઉણપ છે.

આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 25 મિનિટની છે. ફિલ્મના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર ગુનીત મોંગા છે. તેઓ આ ડોક્યુમેન્ટ્રી મેકિંગ સાથે જોડાયેલા એકમાત્ર ભારતીય છે. તેને Rayka Zehtabchiએ નિર્દેશિત કરી છે. ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ ગુનીત મોંગા ખૂબ ઉત્સાહિત છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે અમે જીતી ગયા, આ દુનિયાની દરેક યુવતી, તમે બધી દેવી છો. જો જન્નત સાંભળી રહી છે.

એક નિવેદન જાહેર કરીને ગુનીત મોંગાએ કહ્યુ છે કે થેન્ક્યૂ એકેડમી આ મોટા સમ્માન માટે એલએની ઓકવુડ સ્કૂલથી યુપીના કાથીકેરા સુધીની યુવતીઓના પ્રયાસોને માન્યતા માટે અમે તમારા આભારી છીએ. પીરિયડ્સ સામાન્ય છે અને કોઈપણ પ્રકારે તે આપણે તે કંઈપણ પ્રાપ્ત કરવાથી રોકી શકે નહીં. પીરિયડ એક વાક્યનો અંત છે. પરંતુ એક યુવતીના શિક્ષણનો નહીં. તેમણે કહ્યું છે કે હું આભારી છું કે મેલિસ્સા અને રાયકાની સાથે મળીને આ સપનું સાકાર થયું. આ મોટા સપનાનું સમર્થન કરવા માટે સ્ટેસી શેર અને લિસા ટેકનો આભાર. નેટફ્લિક્સનો આભાર. યુવતીઓને વધુ શક્તિ મળે, હું ચાહું છું કે દરેક યુવતી એ જાણે કે દરેક યુવતી દેવી છે. હવે અમારી પાસે ઓસ્કર છે, ચાલો હવે દુનિયા બદલવાની છે.

ડોક્યુમેન્ટ્રી બનાવવાનું બીજારોપણ

સૌથી મજેદાર વાત એ છે કે આ ડોક્યુમેન્ટ્રીમા રિયલ સ્ટાર્સે કામ કર્યું છે. તેને બનાવવામાં કેલિફોર્નિયાની ઓકવુડ સ્કૂલની 12 વિદ્યાર્થિનીઓ અને સ્કૂલના ઈંગ્લિશ ટીચર મેલિસા બર્ટનનું પણ મહત્વનું યોગદાન છે. આમ તો તેને બનાવવાની કહાની પણ ઓછી રસપ્રદ નથી.

ઓકવુડ સ્કૂલના સ્ટૂડન્ટ્સને એક લેખમાં ભારતના ગામડાઓમાં પીરિયડ્સને લઈને શરમ બાબતે જાણકારી મળી હતી. બાદમાં સૌથી પહેલા તેમણે એનજીઓનો સંપર્ક કર્યો, ફંડ એકઠું કર્યું અને ગામડાની કિશોરીઓને સેનેટરી નેપકીન બનાવનારું મશીન ડોનેટ કર્યું હતું. બાદમા જાગરૂકતા લાવવા માટે ડોક્યુમેન્ટ્રી બનાવવાની યોજના બનાવી હતી.

ફિલ્મનું કથાબીજ

ડોક્યુમેન્ટ્રીની શરૂઆતમાં ગામડાની યુવતીઓને પીરિયડ્સ બાબતે સવાલ કરવામાં આવે છે. પીરિયડ્સ શું છે? આ સવાલ સાંભળીને તેઓ શરમાઈ જાય છે. બાદમાં આ સવાલ યુવકોને કરવામાં આવે છે. બાદમાં તેઓ પીરિયડ્સ સંબંધિત અલગ-અલગ પ્રકારના જવાબ આપે છે. એકનું કહેવું હોય છે કે પીરિડય તે હોય છે કે જે સ્કૂલમાં ઘંટ વાગ્યા બાદ થાય છે. બીજો કિશોર કહે છે કે આ તો એક બીમારી છે, જે મહિલાઓને થાય છે, આવું સાંભળ્યું છે.

આ કહાનીમાં હાપુડની સ્નેહાની મહત્વની ભૂમિકા છે. તે પોલીસમાં ભરતી થવા માંગતી હોય છે. પીરિયડ્સને લઈને સ્નેહાના વિચાર અલગ છે. તે કહે છે કે જ્યારે દુર્ગાને દેવીમાતા કહેવામાં આવે છે, તો પછી મંદિરમાં મહિલાઓને જવાની મનાઈ શા માટે.. ડોક્યુમેન્ટ્રીમાં ફ્લાઈ નામની સંસ્થા અને રિયલ લાઈફ પેડમેન અરુણાચલમ મુરંગનાથમની એન્ટ્રી પણ થાય છે. તેમણે જ બનાવેલું સેનેટરી મશીન ગામમાં લગાવવામાં આવે છે.