- સેનામાં ઉમેરાશે નવું પદ
- ડેપ્યુટી ચીફ ઑફ ધ સ્ટાફના પદને મળી મંજુરી
દિલ્હીઃ- દેશની રક્ષામાં જવાનોનો મહત્વનો ફાળો હોય છે ,દેશની ત્રણેય સેના દેશના રક્ષણ માટે સતત કાર્યરત અને સજાગ રહીને નિષ્ઠા પૂર્વક પોતાનું કાર્ય કરેછે. સેનામાં પણ અલગ અલગ પદની વરણીનું કાર્ય. જે તે અધિકારીઓને સોંપાતું હોય છે ત્યારે હવે લશ્કરમાં વધુ એક પદનો ઉમેરો કરવાની માંગણીને મંજુરી મળવા પામી છે.
મિલિટરી ઓપરેશન માટે જરૂર ગણાતું આ પદ છે, ડેપ્યુટી ચીફ ઑફ ધ સ્ટાફ, જેની વરણી કરવાની માગણીને સંરક્ષણ મંત્રાયાલયે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સ્વીકારી છે અને તના માટે મંજપરી મળી છે.
આ મામલે પદની વરણી કરવા માટેની તમામ ઔપચારિક પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી ચૂકી છે, આ અંગે સેનાના એક અધિકારીએ માહિતી આપી હતી, અને તેમણે જણાવ્યું હતું કે, મિલિટરી ઇન્ટેલિજન્સ, મિલિટરી ઓપરેશન્સ અને યુદ્ધવિષયક વ્યૂહ ઘડવા માટે આ પદનું હોવુ જરુરી ગણાતું હતું, લશ્કરના ઉચ્ચ અધિકારીઓનું પણ આ બાબત આજ માનવું હતું.
આર્મી હેડક્વાર્ટર્સની આ રજૂઆતને સ્વીકારીને કેન્દ્ર સરકારે આ હોદ્દાની વરણી કરવા માટેની મંજુરી શુ્ક્રવારના રોજ આપી દીધી છે, આ પદને હોદ્દો ડાયરેક્ટર જનરલ ઑફ ઇન્ફર્મેશન વૉરફેર તરીકે ઓળખવામાં આવશે.
સાહિન-