અમદાવાદઃ ટેક્ષ્ટાઈલના જ વિવિધ સંગઠનોની માંગણીને આધારે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કલેકટરે તા. 10 અને 11 મેના રોજ સવારે 10થી બપોરે 2 કલાક સુધી ટેકસટાઇલ માર્કેટ શરૂ રાખવા પરવાનગી આપી હતી. જો કે, જિલ્લા કલેકટરે વહીવટી કારણોસર બે દિવસ માટે ટેકસટાઇલ માર્કેટ ચાલુ રાખવાની પરવાનગી રદ કરી હોવાનું જાણવા મળે છે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખના જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ચેમ્બર ઓફ કોમર્સને ઈ-મેલ પાઠવીને બે દિવસ માટે સવારે 10થી બપોરના 2 કલાક સુધી તમામ ટેકસટાઇલ માર્કેટોને ટ્રેડ રીલેટેડ બાબતોના કામકાજ માટે ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. જો કે, પોલીસ પરવાનગીનો પ્રશ્ન ઉભો થતા ચેમ્બરે વિવિધ સત્તાધિશોને તેની જાણ કરી હતી. જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ટેકસટાઇલ માર્કેટ આવા સંજોગોમાં ખરેખર ખોલવી જોઈએ કે નહીં તે બાબતે અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ એક દિવસ માટે હવે માર્કેટ નહીં ખૂલશે તો ચાલશે તેવો અભિપ્રાય અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓએ આપ્યો હતો.