દક્ષિણ પેરુના અયાકુચો વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ થયા છે. આજરોજ વહેલી સવારે એમ્પ્રેસા તુરિસ્મો મોલિના યુનિયન SAC નું વાહન રસ્તા પરથી ઉતરી ગયું હતું અને અયાકુચો પ્રદેશમાં કેંગાલો પ્રાંતના પારસ જિલ્લામાં લોસ લિબર્ટાડોરેસ હાઈવે પર લગભગ 200 મીટર ઉંડી ખાડામાં પડી ગયું હતું.
ક્ષતિગ્રસ્ત જમીન પર બસનો વેરવિખેર કાટમાળ
નેશનલ પોલીસ રોડ સેફ્ટી ડિવિઝનના વડા જોની રોલાન્ડો વાલ્ડેરમાના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. સ્થાનિક આરોગ્ય સુવિધાઓ, ફાયર વિભાગ અને પોલીસ આરોગ્ય સેવાએ પાંચ એમ્બ્યુલન્સને અકસ્માત સ્થળે ખડેપગે જોવા મળે છે. તો પેરુવિયન ન્યૂઝ આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં એક ક્ષતિગ્રસ્ત જમીન પર બસનો વેરવિખેર કાટમાળ જોવા મળી રહ્યો છે.
પેરૂ જેવા વિસ્તારમાં અકસ્માતનું કારણ મોટેભાગે ડ્રાઈવર
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાર આંકડા મુજબ, પેરુમાં 70 ટકા અકસ્માતો માનવીય કારણોથી થાય છે. તે ઉપરાંત ગત વર્ષે દેશમાં 87,000 થી વધુ અકસ્માતના કેસમાં 3100 વધુ લોકો અકસ્માતને કારણે મૃત્યુને ભેટ્યા હતાં. તો મે 2024 માં પણ આ પ્રકારના અકસ્માતને કારણે 17 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે પેરૂ જેવા વિસ્તારમાં આ પ્રકારના અકસ્માતનું કારણ મોટેભાગે ડ્રાઈવરને કારણે થાય છે.