Site icon Revoi.in

બોલિવૂડની ફિલ્મોમાં પ્રાણીનો ઉપયોગ ન કરવા માટે અભિનેત્રી પૂજા ભટ્ટને PETA ઈન્ડિયાએ આપ્યું ખાસ સમ્માન

Social Share

મુંબઈઃ-અભિનેત્રી પુજા ભટ્ટએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે  એભિનેત્રીએ પોતાની ફિલ્મોમાં ક્યારેય પ્રાણીનો ઉપયોગ કરિયો નથી જેથી તેઓને PETA India દ્વારા ‘ફિલ્મોમાં ક્યારેય પ્રાણીઓનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેનારી’ પ્રથમ ભારતીય નિર્દેશક તરીકે પુરસ્કારથી સમ્માનિત કરી છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરનારી તે પ્રથમ ભારતીય નિરેદેશક બની છે જેને લઈને તેણે સોશિયલ મીડિયા પર આ અંગેની પ્રકિક્રિયા આપી છે,ઉલ્લેખનીય છે કે એભિનેત્રી સતત સોશિયલ મીડિયા ર એક્ટિવ રહે છે ત્યારે વિતેલા દિવસે તેણે આ અંગેની પોસ્ટ શેર કરી છે

PETA ઈન્ડિયા દ્વારા મોકલેલા પત્રનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. પત્રમાં લખ્યું હતું કે, “ડિયર મિસ ભટ્ટ, ફિશ આઇ નેટવર્ક વતી, દેશના પ્રથમ નિર્દેશક તરીકે ફિલ્મોમાં પ્રાણીઓનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવા બદલ અમે તમારા ખૂબ આભારી છીએ. આ પ્રતિબદ્ધતા વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ બની રહેશે અને આ રીતે પ્રાણીઓને સેટ પર અને બહાર તકલીફો અને ઈજાઓથી બચાવશે. પ્રાણીઓ પ્રત્યેની તમારી દયાની અમારી પ્રશંસાના સંકેત તરીકે, અમે તમને PETA ઈન્ડિયાના કરુણાપૂર્ણ ફિલ્મ પ્રોડક્શન કંપની પુરસ્કારથી પ્રસ્તુત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. અભિનંદન!’

પૂજા ભટ્ટે  ફોટો શેર કરીને PetaIndiaનો આભાર માન્યો છે તેણે આ અંગેની ખુશી વ્યક્ત કરીને કહ્યું કે આગળ પણ હું આવા સીન માટે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીશ,ઉલ્લેખનીય છે કે પૂજા ભટ્ટે ‘હોલિડે’, ‘જિસ્મ 2’, ‘કજરારે’ અને બીજી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.