- ભારતની વેક્સિનના થી રહ્યા છે વખાણ
- અમેરિકન વૈજ્ઞાનિક પીટર હોટેજે કહ્યું, ભારતીય વેક્સિને વિશ્વને ઘાતક કોરોનાથી રક્ષણ અપાવ્યું છે
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિનને લઈને ભારતની વાહવાહી તો થી જ રહી છે ત્યારે અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી ભારતે તૈયાર કરેલી કોવિડ રસીએ વિશ્વને કોરોના રોગચાળામાંથી બહાર કાઢ્યું છે. તેમણે કહ્યું કે ભારતના યોગદાનને ઓછો અંદાજ ન લગાવવો જોઇએ.
હ્યુસ્ટનના બાયલોર કોલેજ ઓફ મેડિસનમાં નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો.પીટર હોટેસે વેબિનારમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોરોના વાયરસને રોકવામાં ભારતની કોવિડ રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક ડોક્ટર હોટેજે જણાવ્યું હતું કે આ વૈશ્વિક મહામારી સાથેના વ્યવહારમાં ભારતના મોટા યોગદાન વિશે વિશ્વને સંપૂર્ણ માહિતી મળી રહી નથી. તેમણે કહ્યું હતું કે, રોગના ક્ષેત્રમાં તેના વિશાળ અનુભવ અને જ્ઞાનને કારણે મહામારી દરમિયાન ભારતને ‘ફાર્મસી ઓફ વર્લ્ડ’ કહેવામાં આવતું હતું.
ડો,પીટર હોટેજે કહ્યું કે એમઆરએનએની બે રસીઓની અસર વિશ્વના ઓછી અને મધ્યમ આવકવાળા દેશો પર થતી નથી, પરંતુ ભારતની રસીઓએ ‘વિશ્વને બચાવી’ લીધું છે અને તેના યોગદાનને ઓછો અંદાજ ન આપવો જોઇએ.
આ યોજાયેલા વેબિનારમાં ‘કોવિડ -19: રસીકરણ અને સંભવિત રીટર્ન નોર્મલસી – ઈફ એન્ડ વ્હેન’ માં, ડો.હોટેજે કહ્યું હતું કે કોવિડ -19 રસીનો વિકાસ એ વાયરસ સામે લડવામાં વિશ્વને ‘ભારતની ભેટ’ છે. વેબિનારનું આયોજન ઇન્ડો અમેરિકન ચેમ્બરઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્ટન આઈએસીસીજીએચ દ્વારા કરવામાં આવ્યું હતું.