સુરતમાં ફુટપાથ ઉપર સૂઈ ગયેલા શ્રમજીવીઓ ઉપર ટ્રક ફરી વળવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી
અમદાવાદઃ સુરતમાં રોડ ઉપર સૂઈ ગયેલા 15 શ્રમિકો ઉપર ટ્રક ફરી વળવાની દૂર્ઘડટના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. આ અંગે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એક ધારાશાસ્ત્રીએ અકસ્માતની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટને પત્ર લખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં 19 ફેબ્રુઆરી થયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનથી કામકાજની શોધમાં આવેલા 15 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. કિમ-માંડવી રોડ પર સૂઇ રહેલા 15 લોકોને એક ટ્રકે કચડી નાંખ્યાં હતા. જેમાં એક વર્ષની બાળકી અને 8 મહિલાઓ સામેલ હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ, ગૃહ તેમજ પરિવહન વિભાગના વધારાના મુખ્ય સચિવ, શ્રમ તેમજ રોજગાર વિભાગના પ્રધાન સચિવ તેમજ પરિવહન આયુક્તને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે દૂર્ઘટના પછી વરિષ્ઠ વકીલે હાઇકોર્ટને પત્ર લખી સ્વતઃ સંજ્ઞાન જનહિત અરજી દાખલ કરવાની અપીલ કરી હતી. પત્રમાં લખ્યું કે રાજ્ય સરકાર તેજ નગર નિગમની બંધારણીય અને કાયદાકીય જવાબદારી એ છે કે ગરીબ અને નબળા વર્ગને મકાન આપવું. હાઇકોર્ટમાં જનહિત અરજી પર આઠ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના કિમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમના કિમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 શ્રમિકોના મૃત્યું થયા હતા. સુરતમાં બનેલી આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને આર્થિક મદદની જાહેરાત કરી હતી.