- મેધાલયના મુખ્યમંત્રીના ઘરે હુમલો કરાયો
- પ્રદર્શન બન્યુ ઉગ્ર
શિલોંગઃ- વિતેલા દગિવસને રવિવારના રોજ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી, કોઈ નુકશાન થવા પામ્યું નહોતું
ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદ્રોહી નેતા ચેરશિસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધી રહી છે. રાજ્યમાં બગડેલી સ્થિતિના કારણે રવિવાર સાંજે રાજ્યના ગૃહમંત્રી લખન રિંબુઇએ રાજીનામું આપી દીધું છે.
આ સાથે જ કેટલાક દિવસોથી અહીં ઉગ્ર પ્રદશર્ન જોવા મળી રહ્યું છે,પૂર્વ બળવાખોર નેતાના મૃત્યુ બાદ શિલોંગમાં અશાંતિ અને વિરોધ સતત ચાલુ જોવા મળએ છે અને જેને લઈને રાજધાનીમાં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
આ સમગ્ર વિરોધ અને તોડફોડને જોતા રાજ્યના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. શિલોંગમાં આસામના એક વાહન પર વિરોધીઓએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.આ સાથે જ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું જેને લઈને કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી
આસામના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ રાજ્યના લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી કર્ફ્યુ અમલમાં ન આવે ત્યાં સુધી શિલોંગ જવાનું ચાળવું જોઈએ, આસામના સ્પેશિયલ ડીજી જીપી સિંહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા શિલોંગમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આસામના લોકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી કર્ફ્યુ લાગુ ન થાય ત્યાં સુધી શિલોંગ ન જવું.