શ્રીલંકામાં પેટ્રોલ સંકટ – માત્ર 1 જ દિવસનો પુરવઠો બચ્યો,નવા બનેલા પીએમ આપી ખાસ ચેતવણી
- શ્રીલંકામાં પેટ્રોલ સંકટ વર્તાયું
- માત્ર એક જ દિવસનો પુરવઠો બચ્યો
- પીએમ રાનિલ વિક્રમસિંઘે પોતે કહી આ વાત
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી શ્રીલંક દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે આવી સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ આવી પડી છએ ત્યારે નવા નિમાયેલા પીએમે પોતેન પેટ્રોલ સંકટ પર પોતાનું નિવેદન આપ્યું હતું.
નવા નિમાયેલા પીએમ એ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આગામી બે મહિના સૌસૌથી મુશ્કેલ ઘડીના બની શકે છે. આ સાથએ જ જણાવ્યું કે તેમનો લક્ષ્ય કોઇ વ્યક્તિ, પરિવાર કે સમૂહને નહીં પણ સંકટગ્રસ્ત દેશને બચાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા અઠવાડિયે પ્રધાનમંત્રી બન્યા પછી ટીવી પર પ્રસારિત રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં યૂનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા વિક્રમસિંઘે પોતાની વાત કહી હતી તેમણે કહ્યું કે શ્રીલંકામાં પેટ્રોલ સંટક જોવા મળી રહ્યું પુરવઠો માત્ર એક દિવસ ચાલે તેટલો જ ઉપલબ્ધ છે. આ સાથે જ કાચા તેલ, ભઠ્ઠી તેલના ખેપોના પેમેન્ટ માટે ખુલ્લા બજારથી અમેરિકી ડોલર ભેગા કરાશે. વિક્રમસિંઘે કહ્યું કે હું ખતરનાક પડકારનો આપણે સામનો કરી રહ્યા છે.
તેમણે પોતે દેશના લોકોને હાલની પરિસ્થિથી વાકેફ કર્યા હતા અને જણાવ્યું હતું કે હું પોતાના દેશના માટે આ પડકાર સ્વીકારું છું. મારું લક્ષ્ય અને સમર્પણ કોઇ વ્યક્તિ, પરિવાર કે પાર્ટીને બચાવવી નથી. મારો ઉદ્દેશ્ય આ દેશના તમામ લોકો અને ભાવી પેઢીના ભવિષ્યને બચાવવી છે.તેમણે ચેતવણી આપાતા જણાવ્યું કતે દેશ માટે આગામી 2 મહિના ખૂબ જ સંઘર્ષ ભરેલા રહેશે, વધુમાં કહ્યું કે હાલ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઘણી જોખમપૂર્ણ સ્થિતિમાં છે અને દેશને જરૂરી સામાન માટે લાગેલી લાઇનો ઓછી કરવા માટે આગામી બે ચાર દિવસોમાં 7.5 કરોડ ડોલર મેળવવાની જરુર છે.