Site icon Revoi.in

દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર, ડીઝલ પણ મોંઘુ,જાણો નવા ભાવ

Social Share

દિલ્હી:સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે.મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

ઈન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના લેટેસ્ટ અપડેટ અનુસાર,નવા દર બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 100.21 રૂપિયા અને ડીઝલની કિંમત 91.47 રૂપિયા થશે.

છેલ્લા 7 દિવસમાં તેલના ભાવમાં આ છઠ્ઠો વધારો છે.તેલ કંપનીઓએ 22 માર્ચથી (24 માર્ચ સિવાય) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે.આ રીતે સાત દિવસમાં પેટ્રોલ 4.40 રૂપિયા મોંઘુ થયું છે.જયારે ડીઝલ 4.55 રૂપિયા મોંઘુ થયું છે.

કોલકાતામાં આજે પેટ્રોલ 108.01 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 108.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. કોલકાતામાં ડીઝલ 93.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે.જો ચેન્નાઈની વાત કરીએ તો અહીં એક લીટર  પેટ્રોલ 104.43 રૂપિયા પ્રતિ લીટરથી વધીને આજે 104.90 રૂપિયા અને ડીઝલ 95.00 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

આમ,દરરોજ સવારે છ વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થઇ જાય છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.