ટ્રક ડ્રાયવરોની હડતાળ: પંજાબ, હરિયાણા, હિમાચલમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, ટૂરિસ્ટ ફસાયા
નવી દિલ્હી : હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ચક્કાજામને કારણે ઘણાં રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનું મોટું સંકટ ઉભું થઈ ગયું છે. ડ્રાયવરો અને ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળના કારણે ટેન્કર જે-તે સ્થાનો પર ફસાય ગઈ છે અને આ કારણથી પેટ્રોલ પંપો પર પણ ઓઈલની અછત સર્જાય છે. જાણકારી મુજબ, મોટા શહેરોમાં તો પેટ્રોલ પંપો પર હાલ ફ્યૂલ ઉપલબ્ધ છે, પરંતુ નાના શહેરો અને કસબાઓમાં હવે પેટ્રોલ પંપ પ્રભાવિત થવા લાગ્યા છે.
ઓઈલ રિફાયનરીથી ખનીજતેલ લઈ જનારા ટેન્કર ઘણાં સ્થાનો પર ફસાયા છે. જણાવાય રહ્યું છે કે કાશ્મીરમાં 1500થી વધારે ટેન્કર ફસાયેલા છે. તો ઘણાં બધાં વાહનમાલિક પોતાના વાહનોને સડક પર ઉતારવાથી ડરી રહ્યા છે. તેમને આગચંપી અને તોડફોડનો ડર સતાવી રહ્યો છે.
જાણકારી પ્રમાણે, મુંબઈમાં પેટ્રોલ પંપો પર હાલ ઓઈલનો સારો સ્ટોક છે. તો થાણે અને ઉલ્હાસનગરમાં ઓઈલની અછત છે. દિલ્હી-મેરઠ હાઈવેના ઘણાં પંપ માલિક ઓઈલની અછત ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના પંપ સુધી ટેન્કર પહોંચી રહ્યા નથી. તો મોટા વેપારીઓના પોતાના ટેન્કર છે. જો કે તે પણ પોતાના વાહનોને સડકો પર ઉતારવાથી ડરી રહ્યા છે.
દિલ્હીના એક ડીલર પાસે એનસીઆરમાં ત્રણ પંપ છે. તેમનું કહેવું છે કે તેમની પાસે ઓઈળનો સારો સ્ટોક છે. મહત્વપૂર્ણ છે કે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની પાસે જ દેશનું 90 ટકા ઓઈલ સપ્લાય બજાર છે. અત્યાર સુધી આ મામલામાં આ કંપનીઓ અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ચંદીગઢના ડીલરોનું કહેવું છે કે પંજાબ અને હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે. હડતાળનાકારણે ઓઈલના ટેન્કર પહોંચી શક્યા નથી.ડરના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં ટેન્કરો ફસાયેલા છે. આ કારણથી ઘણાં શહેરોમાં ઓઈલની અછત પેદા થઈ રહી છે
મહત્વપૂર્ણ છે કે નવી ભારતીય ન્યાય સંહિતાના વિરોધમાં દેશભરમાં વાહનમાલિક અને ડ્રાયવર હડતાળ કરી રહ્યા છે. નવા કાયદા હેઠળ હિટ એન્ડ રનના મામલામાં સજાની જોગવાઈ બેહદ કડક બનાવી દેવામાં આવી છે. તેમાં ડ્રાયવરને 10 વર્ષની સજા થઈ શકે છે. એક ઓઈલ ટેન્કરના ડ્રાયવરે કહ્યુ કે ચાલકોને લાગે છે કે આ કાયદો એકતરફી અને બેહદ કઠોર છે. એક્સિડન્ટના મામલામાં જો કોઈ રોકાય જાય છે, તો ભીડ તેને નુકશાન પહોંચાડી શકે છે. બીજી તરફ જો કોઈ ડ્રાયવર ભાગે છે, તો તેને કડક સજા મળશે