- પેટ્રોલ અને ડીઝલના ભાવ બેકાબૂ
- પેટ્રોલના ભાવમાં 32 થી 35 પૈસાનો વધારો
- આમ જનતા પર મોંધવારીનો માર
દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ બેકાબૂ બની ગયા છે. સતત વધતા તેના ભાવએ તેની કિંમતને રેકોર્ડ સ્તરે ધકેલી દીધી છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયું છે, કેટલાકમાં તે 100 ની નજીક છે. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની અસર આપણા ખિસ્સા પર પડે છે.સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.આજે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે પેટ્રોલના ભાવમાં 32 થી 35 પૈસાનો વધારો થયો છે. રવિવારે પણ ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો
આજે રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાની નજીક પહોંચી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ લીટર દીઠ 99.86 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 105.92 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લીટર 96.91 રૂપિયા છે.આ વચ્ચે જો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં પણ તેમાં તેજી જોવા મળી છે.
5 રાજ્યોમાં ચૂંટણી બાદ 4 મેં થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તેજીનો દોર શરૂ થયો, જે આજ સુધી શરૂ છે. 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 35 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 33 ગણો વધારો થયો છે. આ વધારા સાથે હવે દેશના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.