Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો ,જાણો શું છે આજની નવી કિંમત

Social Share

દિલ્હી: આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઈંધણના ભાવ ઉપર -નીચે જઈ રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાથી વધુમાં વેચાઈ રહ્યું છે. ઈંધણના ભાવ રોજ સવારે બદલાય છે. ઘરેલું તેલ કંપનીઓએ મંગળવારના દર જાહેર કર્યા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો આપણે આજની કિંમતો પર નજર કરીએ તો વિવિધ શહેરો પ્રમાણે ઈંધણના ભાવમાં કાપ મુકવામાં આવી રહ્યો છે.

નવા દર મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ 15 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે ડીઝલ 101.49 રૂપિયા પ્રતિ લિટર છે. જયારે ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 16 પૈસા સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સ્તરે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. આ પેરામીટર્સના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે કે જે ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.