Site icon Revoi.in

ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ,દિલ્હીમાં પેટ્રોલ 100 ની નજીક  

Social Share

દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવ હવે વધવાના શરૂ થઇ ગયા છે અને નોન-સ્ટોપ વધતા જ જાય છે.આજે એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.દેશની પ્રમુખ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે.દેશમાં આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં દૈનિક ભાવમાં સુધારો ફરી શરૂ થયા પછી, કિંમતોમાં એકંદરે રૂ. 3.70-3.75 પ્રતિ લીટરનો વધારો થયો છે.દિલ્હીના ફ્યુઅલ ટેલર્સની સૂચના અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 98.61 રૂપિયા પ્રતિ લીટરની સરખામણીએ 99.11 રૂપિયા પ્રતિ લીટર હશે, જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 90.42 રૂપિયા થઈ ગઈ છે.દેશભરમાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્થાનિક ટેક્સના આધારે દરેક રાજ્યમાં કિંમતો બદલાય છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 53 પૈસા વધીને 113.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જયારે ડીઝલ 58 પૈસા વધીને 98.13 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 52 પૈસાનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત 108.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.અહીં ડીઝલની કિંમત 56 પૈસા વધીને 93.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 57 પૈસા વધીને 105 અને ડીઝલની કિંમત 63 પૈસા વધીને 95.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

22 માર્ચે સાડા ચાર મહિનાના લાંબા અંતરાલ પછી પ્રથમ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો,ત્યારબાદ અત્યાર સુધીમાં પાંચ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.અગાઉના તમામ ચાર પ્રસંગોએ, ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2017 માં દૈનિક ભાવમાં સુધારો શરૂ થયો ત્યારથી આ એક દિવસનો સૌથી તીવ્ર વધારો હતો.છ દિવસમાં પેટ્રોલના ભાવમાં 3.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 3.75 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.