- સામાન્ય પ્રજા પર મોંધવારીનો માર
- આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 104 રૂપિયાને પાર
દિલ્હી:દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો યથાવત છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે. આ વધતા ભાવથી દરેક પરેશાન છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 10 ઓક્ટોબરે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. બીજી બાજુ, આજે ડીઝલની કિંમતમાં 33 થી 35 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 26 થી 30 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પ્રથમ વખત ડીઝલની કિંમત 100 ને પાર પહોંચી છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.82 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.12 રૂપિયા અને ડીઝલની કિંમત 100.66 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 104.80 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે.તો, ચેન્નઈમાં પેટ્રોલ 101.53 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.26 રૂપિયા પ્રતિ લીટર છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે.આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.