Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમાં આસમાને , દેશના અનેક રાજ્યોમાં હવે 100 રુપિયાને પાર પહોંચ્યું પેટ્રોલ 

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે, હજુ તો દેશની જનતા કોરોનાની મારમાંથી બહાર નથી આવી ત્યાતો લોકોએ પેટ્રોલ અને ડીઝલની મોંધવારી વેછવી પડી રહી છે, આ સતત 31મી નખત બન્યું છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે.

વિતેલા દિવસને રવિવારના રોજ સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્રમાણે પેટ્રોલમાં 35 પૈસા જ્યારે ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ નવા ભઆવ સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર દીઠ 98.46 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે ડીઝલની કિંમત 88.90 રૂપિયા છે.જો આ સહીતના  અન્ય મોટા શહેરોની વાત કરવામાં આવે તો મહાનગરી મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 104.56 રૂપિયા નોધાયો છે. જ્યારે એક લીટર ડીઝલની કિમત 96.42 રૂપિયા છે.કોલકાતામાં પણ પેટ્રોલની કિમત 98.30 રૂપિયા જ્યારે ડીઝલની કિમત 91.75 રૂપિયા છે. ચેન્નાઇમાં પેટ્રોલ 99.49 રૂપિયા, ડીઝલ 93.46 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે મે મહીનાની 4 તારીખથી  આ ભાવો સતત વધારવામાં આવી રહ્યા છે,આ સમગ્ર સમયગાળઆ દરમિયાન આ 31મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

સતત 31માં વધારા સાથે હવે દેશમાં પેટ્રોલનો ભાવ 8.06 રૂપિયા પ્રતી લીટર જ્યારે ડીઝલ 8.37 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. આ વધારા સાથએ અનેક રાજ્યોમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યું છે,રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ઓડિશા અને લદ્દાખ બાદ તમિલનાડુ સહિત 15 જેટલા રાજ્યો હવે એવા રાજ્યો બન્યા છે કે જ્યા હવે પેટ્રોલની કિમંત 100 રુપિયાથી વધુ  છે.