- પંજાબમાં પેટ્રોલની કિંમત 15 રૂપિયા ઘટી
- ડીઝલની કિંમતમાં પણ 10 રૂપિયાની રાહત
- વિધાનસભા ચૂંટણીની અસર
ચંદીગઢ-: પેટ્રોલ-ડીઝલની કિંમતથી સામાન્ય જનતા પરેશાન તો છે જ, પણ પેટ્રોલની વધતી અને ઘટતી કિંમત પણ રાજનીતિનો ભાગ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પેટ્રોલની કિંમત વધે તો તેના પર પણ રાજનીતિ અને કિંમત ઓછી થાય તો પણ તેના પર રાજકારણ. હવે તેવામાં પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેનાથી હાલની સરકારને ફાયદો થવાની સંભાવના છે. કારણ કે પંજાબમાં પેટ્રોલની કિંમત 15 રૂપિયા અને ડીઝલની કિંમત 10 રૂપિયા ઓછી થઈ છે.
પંજાબ સરકારે મોટો નિર્ણય લઈને પેટ્રોલના ભાવમાં 100 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો કરી દીધો છે. પંજાબમાં હવે જનતાએ એક જ સપ્તાહમાં પેટ્રોલ 15 રૂપિયા અને ડીઝલ 15.50 રૂપિયા સસ્તું મળશે.
પેટ્રોલ પર કેન્દ્ર સરકારે 5 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, પરંતુ હવે પંજાબ સરકારે તેના પરથી 10 રૂપિયા વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે પંજાબ સરકારે પેટ્રોલ પર કેન્દ્ર સરકારની સરખામણીમાં બમણી રાહત આપી છે.
જો કે પંજાબના અમૃતસરની વાત કરીએ તો 3 નવેમ્બરના રોજ અહીં પેટ્રોલના ભાવ 111.36 રૂપિયા પ્રતિ લીટર હતા. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ અહીં 4 નવેમ્બરે પેટ્રોલ 5.73 રૂપિયા સસ્તું થયું અને ભાવ ઘટીને 105.63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા હતા. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા વેટમાં ઘટાડો કર્યા બાદ 8 નવેમ્બરથી પેટ્રોલના ભાવ 95.63 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા. આ જ રીતે એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડા બાદ પંજાબના લોકો માટે પેટ્રોલ 15.73 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.