પેટ્રોલના ભાવમાં એટલી રાહત મળશે કે 90ના દશકની આવી જશે યાદ – મંત્રી નિતીન ગડકરીની ખાસ તૈયારી
- મળી જશે પેટ્રોલના ભાવોમાં મોટી રહાત
- 90ના દશકની આવશે યાદ એટલા ભાવ થશે સસ્તા
- પરિવહનમંત્રી નિતીન ગડકરીએ કરી તૈયારીઓ
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100ને પાર પહોંચ્યા છે જેને લઈને દેશની જનતા ચિંતામાં છે, વધતી મોંધવારીએ દરેકની ચિંતા વધારી છે તો આ સમગ્ર સ્થિતિ વચ્ચે વાહન પરિવહન મંત્રી નિતીન ગડકરી વિતેલા દિવસને શનિવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે.
તેમણે કહ્યું કે આ અઠવાડિયા દરમિયાને મેં તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના SIAM ના મેનેજિંગ ડિરેક્ટર્સ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેઓએ મને વચન આપ્યું હતું કે તેઓ એક કરતાં વધુ ઈંધણ પર ચાલતા વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે.
કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યાપ્રમાણે હવે, ટૂંક સમયમાં ભારતમાં મોટાભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
આ વાત તેમણે ત્યારે કહી જ્યાએ તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ઈટી ગ્લોબલ બિઝનેસ સમિટ’ને સંબોધતા હતા તેમણે વધુમાં કહ્યું કે સરકાર 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાંથી જાહેર પરિવહન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે, જે તેને મિશ્રિત ઇંધણ બનાવે છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ થાય છે.