- NIAની તપાસમાં ચોંકાવનારા ખુલાસાં
- વિશેષ સમુદાયના લોકો ઉપર હુમલાનું આયોજન
- દરોડામાં સંવેદનશીલ દસ્તાવેજો મળ્યાં
બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃતિ અને ફંડીગ મામલે એનઆઈએ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દેશમાં પીએફઆઈની કચેરીઓ અને તેની સાથે સંકડાયેલા લોકોના સ્થળો ઉપર વ્યાપક દરોડા પાડ્યાં હતા. એનઆઈએની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. આ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની રેલીમાં હુમલાનું કાવતુ ઘડવામાં આવ્યું હતું. એટલું જ નહીં લઘુમતી કોમના યુવાનોને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા જેવા આંતકવાદી જૂથમાં સામેલ કરવા માટે બ્રેન વોશની પણ કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈના અગ્રણી સહિત 100થી વધારે વ્યક્તિઓની અટકાયત કરીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી હતી. તેમજ એનઆઈએની ટીમે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યાં હતા. કોચીની ખાસ અદાલતમાં એનઆઈએ ચોંકાવનારી રજૂઆત કરી હતી. એનઆઈએની ટીમે જણાવ્યું હતું કે, દેશવ્યાપી દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોમાં અત્યંત સંવેદનશીલ સામગ્રી મળી આવી હતી. જેમાં ચોક્કસ સમુદાયના અગ્રણી નેતાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યા હતો. એનઆઈએની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
એનઆઈએએ અન્ય સુરક્ષી ટીમો સાથે મળીને સમગ્ર દેશમાં આતંકવાદી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ PFI વિરુદ્ધ 15 રાજ્યોમાં 93 સ્થાનો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન એનઆઈએની કાર્યવાહીની સામે લઘુમતી કોમના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી