ભારતને 2047 પહેલા મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું PFIનું કાવતરુઃ NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ
મુંબઈઃ NIAએ ગયા વર્ષે 26 જુલાઈના રોજ દક્ષિણ કર્ણાટકના સુલિયા તાલુકાના બેલારે ગામમાં ભાજપ યુવા મોરચા જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેતરુની હત્યાના સંબંધમાં બેંગલુરુની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની એક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ 2047 સુધીમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સર્વિસ ટીમ’ અથવા ‘કિલર સ્કવોડ’ નામની ગુપ્ત ટીમોની રચના કરી છે. તેનો હેતુ સમાજમાં આતંક, નફરત અને અશાંતિ ફેલાવવાનો છે. આ ચાર્જશીટ PFI સભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
એનઆઈએની ચાર્જશીટ અનુસાર PFI દ્વારા ‘સર્વિસ ટીમો’ના સભ્યોને હથિયારો તેમજ હુમલાની તાલીમ આપવામાં આવી છે. આનાથી તેઓ ચોક્કસ સમુદાયોના વ્યક્તિઓ અને નેતાઓને ઓળખવા અને તેમની નોંધણી કરવા તેમજ તેમની દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવશે. NIAએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, “આ સર્વિસ ટીમના સભ્યોને PFIના વરિષ્ઠ નેતાઓના નિર્દેશો અનુસાર ટાર્ગેટ પર હુમલો કરવા અને મારવા માટે તાલીમ આપવામાં આવી હતી.” ચાર્જશીટમાં જણાવાયું છે કે, પીએફઆઈના સભ્યો અને નેતાઓ દ્વારા બેંગલુરુ શહેર, સુલિયા નગર અને બેલ્લારે ગામમાં આયોજિત બેઠકોમાં, જિલ્લા સેવા દળના વડા મુસ્તફા પચારને કોઈ ચોક્કસ સમુદાયના અગ્રણી સભ્યને ઓળખવા અને તેને પોતાના તરીકે અપનાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
NIAએ કહ્યું, “ચાર વ્યક્તિઓને શોધી કાઢીને ઓળખવામાં આવી હતી. તેમાં પ્રવીણ નેતરુનું નામ સામેલ છે, જે ભાજપ યુવા મોરચાના સભ્ય હતા. ગયા વર્ષે 26 જુલાઈએ તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. લોકોમાં ગભરાટ ફેલાવવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી”. ચાર્જશીટમાં PFIના 20 સભ્યોના નામ છે, જેમાંથી છ ફરાર છે. આરોપીઓ સામે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આરોપીઓ મુસ્તફા પીચર, મસૂદ કેએ, કોડજે મોહમ્મદ શેરિફ, અબુબક્કર સિદ્દીક, ઉમર ફારૂક એમઆર અને થુફેલ એમએચ ફરાર છે. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા 27 જુલાઈના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. NIAએ ગયા વર્ષે 4 ઓગસ્ટના રોજ ગુનો નોંધીને તફાસનો ધમધમાટ તેજ કર્યો છે.
(PHOTO-FILE)