1. Home
  2. ગુજરાતી
  3. યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો
યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો

યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો

0
Social Share
  • ફાઈઝરની કિશોરો માટેની રસી 100 ટકા અસરકારકનો દાવો
  • બીજા ડોઝના 100 દિવસ બાદ કરવામાં આવ્યું મુલ્યાંકન

દિલ્હીઃ-  અમેરિકાની ફઆર્મા કંપની ફાઈઝર બાયોએનટેકએ વિતેલા દિવસને સોમવારના રોજ એક નિવેદન જારી કહર્યું હતું ,જેમાં કહેવામાં આવ્યું છે તેમની કોરોનાની રસી બીજા ડોઝના ચાર મહિના પછી 12 થી 15 વર્ષની વયના બાળકોમાં 100 ટકા અસરકારક જોવા મળી  છે.

વેક્સિનની અસરકારકતાની બાબતે કંપનીઓએ દાવો કર્યો હતો કે નવો ડેટા, જેમાં 2 હજાર 228 પરિક્ષણ કરવારાઓનો સમાવેશ થાય છે, યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વમાં રસીની સંપૂર્ણ મંજૂરી માટે તેમની અરજીઓને સમર્થન આપવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ. દ્વારા કિશોરો માટે “ઇમરજન્સી ઉપયોગ” માટે મે મહિનામાં રસી મંજૂર કરવામાં આવી હતી. આ રસી હાલમાં ફક્ત 16 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં જ સંપૂર્ણપણે માન્ય છે. કંપની દ્વારા ઓફર કરાયેલા 2,228 સહભાગીઓમાંથી, 30 સિમ્પ્ટોમેટિક કોવિડના કેસો હતા જેઓ કોઈપણ પૂર્વ સંક્રમણ  વગરના હતા,આ બધા પ્લેસબો જૂથમાં હતા.

આ સમગ્ર બાબતને લઈને કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રસીના બંને ડોઝ પછી ઓછામાં ઓછા છ મહિનાના કરેલા નિરિક્ષણમાં કોઈપણ વ્યક્તિમાં કોઈ ગંભીર ચિંતાઓ કે લક્ષણો જોવા મળ્યા નથી.આ બાબતે ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોઅરલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જેમ કે વૈશ્વિક આરોગ્ય સમુદાય વિશ્વભરમાં રસીકરણ કરાયેલ લોકોની સંખ્યા વધારવા માટે કામ કરે છે,તે માટે  આ વધારાના ડેટા કિશોરોમાં અમારી રસીની સુરક્ષા અને અસરકારકતા પ્રોફાઇલમાં હજી વધુ વિશ્વાસ પ્રદાન કરે છે.” 

તેમણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, “આ ખાસ કરીને એટલે મહત્વનું છે કારણ કે અમે કેટલાક વિસ્તારોમાં આ વય જૂથમાં કોરોના સંક્રમણમાં વધારો જોઈ રહ્યા છીએ, જ્યારે રસી મેળવતા વિસ્તારોમાં સંક્રમણની ગતિ ધીમી પડી છે,” તેમણે કહ્યું. અને અન્ય નિયમનકારો સાથે શેર કરવા માટે આતુર છીએ. “

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code