Site icon Revoi.in

કેટલાક નિયમોમાં છૂટછાટ સાથે આ વર્ષ દરમિયાન ફાઈઝરે વેક્સિનના 5 લાખ ડોઝ આપવાની તૈયારી દાખવી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બની છે ત્યારે વેક્સિનેશન દેશમાં પુરપજોશમાં કરવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક લોકોને વેક્સિન અપાતા ક્યાકને ક્યાક વેક્સિનેશન ઘીમી પડતું જોવા મળ્યું છે, ત્યારે ભારતમાં કોરોનાની  વેક્સિનની અછત વચ્ચે અમેરિકી  ફાર્મા કંપની ફાઇઝર-બાયોએનટેક આ વર્ષે ભારતને પાંચ કરોડ ડોઝ આપવા સંમત થઈ છે, પરંતુ કંપની કેન્દ્ર સરકાર પાસેથી નિયમોમાં છૂટછાટની માંગણઈ કરી રહી છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર અને ફાઈઝર-બાયોએનટેક વચ્ચે વેક્સિનના સોદાને લઇને અનેક મંત્રણા યોજાઇ રહી છે. કંપનીએ એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, વેક્સિન અંગે ભારત સાથે વાટાઘાટો ચાલી રહી છે અને તેના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સુત્રોની જો વાત માનીએ તો, વેક્સિન ડીલને લઈને આ બાબત એક જગ્યાએ અટકી પડી છે,વાત જાણે એમ છે કે, ફાઈઝર બાયોએનટેકે અમેરિકા,બ્રિટન સહીતની કેટલીક સરકારો પાસેથી કાયદાકીય સુરક્ષાના વિશ્વાસની માંગણી કરી છે, ત્યારે હવે અમેરિકી કંપની ફાઈઝર પમ આજ માંગણી ભારત પાસે કરી રહ્યું છે.

આ સમગ્ર મામલે કંપનીનું કહેવું છે કે જો, ફાઈઝરની વેક્સિન લગાવ્યા બાદ કોઈ પણ પ્રકારનો કાયદાકિય મામલો સર્જાય છે  તો તે અંગે કંપનીની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહી આ માટે કેન્દ્ર સરકારે જ આગળ આવવું પડશે.

દેશમાં વેક્સિનની ભારે અછત સર્જાય રહી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત ઘણા મોટા અને નાના રાજ્યોમાં, રસીકરણ ડ્રાઇવ જે ગતિએ થવું જોઈએ તે થઈ રહ્યું નથી. રાજ્યોને દરરોજ જોઈએ તેટલો વેક્સિનનો ક્વોટા પુરવઠો મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં, ઘણા રસીકરણ કેન્દ્રોને બંધ રાખવાની ફરજ પડે તો નવાઈની વાત નહી હોય.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રે પણ વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે, પરંતુ હજી સુધી તેમને કોઈ કંપની પાસેથી વેક્સિન મળી નથી. તે જ સમયે દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો કહે છે કે તેઓએ પોતે વિદેશી વેક્સિનની કંપનીઓ સાથે વાત કરી છે, પરંતુ આ કંપનીઓએ તેમને વેક્સિનની સીધે સીધી સપ્લાય કરવાની બાબતનો ઇનકાર કરી દીધો છે. કંપનીઓ કેન્દ્ર સરકાર સાથે ડીલ કરવા માંગે છે.તેઓ રાજ્ય સરકાર સાથે વાત કરવા માંગતા નથી.

દેશમાં હાલની સ્થિતિમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ સિવાય રશિયન કંપનીની સ્પુતનિક-વીનો ઉપયોગ થઈ રહ્યો છે. કોવેક્સિન અને કોવિશિલ્ડનું તે સ્તર પર ઉત્પાદન થતું નથી જેમાં દરરોજ મોટી વસ્તીનેવેક્સિન આપી શકીએ . રશિયન રસીએ હાલમાં જ સપ્લાય શરૂ કર્યું છે. તેનું ઉત્પાદન ટૂંક સમયમાં તેલંગાણામાં શરૂ થવા જઈ રહ્યું છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે, આ વેક્સિન સમગ્ર દેશ માટે ઉપલબ્ધ થશે.