Site icon Revoi.in

પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય

Social Share

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ  દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. જેથી વનવિભાગ દ્વારા ગ્રામજનોને આ અંગે સમજાવવામાં આવી રહ્યાં છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગોયાસુંડલ ગામ અને તેની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડો આવી માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ગત વર્ષે આજ સમય દરમિયાન આજ ગામમાં દિપડાના હુમલા થવાને લઈને 3ના મોત થયા હતા જયારે 2 ને ઈજાઓ પણ થવા પામી હતી, જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ ને લઈને આ ગામ સહીત આસપાસના મોટાભાગના ગામોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થાયેલા મેસેજને લઈને વન વિભાગ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને આ ગામના આસપાસમાં આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું તેમજ વાયરલ થયેલા ફોટો પ્રમાણે તપાસ પણ કરવામાં આવી. જે તપાસ બાદ આ પ્રકારની કોઈપણ ઘટના આ વિસ્તારમાં ન હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થાનિક ગ્રામજનોને વાયરલ થયેલ ફોટાઓ તેમજ સંદેશાઓ ખોટા હોવાનું જણાવી ભયમુક્ત રહેવા માટે તેમજ સાવચેતી માટે ગીચ જંગલ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

(PHOTO-FILE)