નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાની સામાજીક કાર્યકર મલાલાએ પણ પ્રતિક્રિયા આપીને મુસ્લિમ યુવતીઓના રક્ષણ માટે ભારતીય રાજનેતાઓને અપીલ કરી છે. બીજી તરફ હિજાબનું સમર્થન કરનારી મલાલાના વેસ્ટર્ન કપડામાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હોવાનું જાણવા મળે છે.
મલાલાના વેસ્ટર્ન કપડામાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. જેમાં પાકિસ્તાનની સામાજીક કાર્યકર બ્લેક કલરનું જીન્સ, જેકેટ અને હાઈહીલ સુઝ પહેરેલા જોવા મળે છે. આ ફોટો ક્યાંનો અને ક્યારનો છે તે જાણી નથી શકાયું. તેમજ રિવોઈ( રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) આ ફોટાની કોઈ પુસ્ટી કરતું નથી.
હિજાબનું સમર્થન કરનારી મલાલાને પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓની પિડા કેમ દેખાતી નથી ?
આ ફોટોગ્રાફને લઈને લઈને લોકો વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. બીજી તરફ કર્ણાટકમાં હિજાબ વિવાદ મુદ્દે મલાલાએ ટ્વીટ કરીને ભારતીય નેતાઓને અપીલ કરતા વિવાદ વધુ ચગ્યો છે.