Site icon Revoi.in

સારો ફોન હોવા છત્તા પણ ફોટોઝ સારા નથી આવતા? તો હવે આ ટ્રિક્સનો કરો ઉપયોગ

Social Share

કેટલીક વાર લોકો માત્ર ફોનના કેમેરાને ધ્યાનમાં રાખીને ફોન ખરીદતા હોય છે. ફોનમાં સારા ફોટોઝ આવે તે કેટલાક લોકોની પહેલી પસંદ હોય છે પણ ક્યારેક એવું પણ જોવા મળતું હોય છે કે ફોન સારો હોવા છત્તા પણ ફોટોઝ સારા આવતા નથી. હવે આ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

જે લોકોને લાગે છે કે તેમના ફોટોઝ સારા નથી આવતા તે લોકોએ સૌથી પહેલા તો પોતાના મોબાઈલમાં કેમરા ફોકસનો ઉપયોગ કરવાનું જાણી લેવું જોઈએ. કારણ કે ફોટો ક્લિક કરતા સમયે કેમેરા બરાબર ફોકસ કરવા માટે તમે સ્ક્રીન પર ટચ કરી એક્જેસ કરી શકો છો તેનાથી ફોટો બ્લર નહીં આવે ઉપરાંત કોઈ વસ્તુ અથવા વ્યક્તિનો ફોટો ક્લિક કરતા સમયે જો ફોક્સનો ઉપયોગ કરવામાં આવે તો સ્કવેર અથવા રાઉન્ડનું નિશાન આવે છે અને તેના દ્વારા તમે સારી રીતે ફોકસ કરી શકો છો.

આ ઉપરાંત બીજી ટ્રીક એ પણ છે કે સારા ફોટો માટે ફોનની ગ્રીડ લાઇનની મદદથી ફોટો ક્લિક કરવો જોઈએ. આ માટે, ફોનના સેટિંગ્સ વિકલ્પ પર જઈને, તમારે 3 * 3 ગ્રીડ વિકલ્પ ખોલવો જોઈએ. તેમજ થર્ડ રૂલ ઓફ થર્ડનો નિયમ પણ વાપરવો જોઈએ. આમાં, મુખ્ય વસ્તુને ગ્રીડની ત્રીજી લાઇન પર મૂકવાની હોય છે.

અત્યારે 10,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનમાં HDR મોડ આપવામાં આવે છે. આ મોડથી સારા ફોટા ક્લિક કરી શકાય છે. આ કિસ્સામાં, તમારે ફ્લેશને બદલે HDR મોડનો ઉપયોગ કરવો જોઈએ. તેની મદદથી શાનદાર ફોટો ક્લિક કરી શકાય છે. કેમેરા વિભાગમાં જઈને HDR મોડને ઈનેબલ કરી શકાય છે.