Site icon Revoi.in

શારીરિક અક્ષમ નાગરિકો ઘરે બેઠા-બેઠા આધારકાર્ડ અપડેટ કરાવી શકશે, જાણો કેવી રીતે…

Social Share

અમદાવાદઃ હાલ તમામ સ્થળો ઉપર આધારકાર્ડ ઓળખનો પુરાવો બની રહ્યું છે. બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધારકાર્ડ અપડેટની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કરોડો લોકોએ પોતાના આદારકાર્ડને અપડેટ કરાવ્યાં છે. જો કે, દિવ્યાંગ અને અક્ષમ લોકો આધારકાર્ડ અપડેટ કાર્ડ અપડેટ કરાવવામાં સેન્ટર સુધી જઈ શકવા શક્ય નથી. આવા અક્ષમ વ્યક્તિઓના આધારકાર્ડના અપડેશન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિવ્યાંગ નાગરિક, પથારીવશ નાગરિક અને અશક્ત નાગરિકો આધારકાર્ડ અપડેટ કરવા જવા માટે સેન્ટર ઉપર જવા સક્ષમ નથી. આવા વિશેષ નાગરિકો ઘરે બેઠા-બેઠા પોતાનું આધારકાર્ડ અપડેટ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિશેષ નાગરિકો જો આધારકાર્ડની કીટ બોલાવીને ઘરે જ આધારકાર્ડમાં સુધારો કરાવી શકે તથા નવુ કઢાવી શકે તે માટે તેમણે યુઆઈડીએઆઈની ઈમેલ ઉપર મેલ કરશે તો તેમના ઘરે જઈને અધિકારી-કર્મચારીઓ આધારકાર્ડની કામગીરી કરશે. વેબસાઈટ ઉપર મેલની સાથે ઓળખનો પુરાવો, એડ્રેસનો પુરાવો, જન્મનો પુરાવો તથા તબીબનું સર્ટીફીકેટ એટેચ કરવાનો રહેશે. આધારકાર્ડની કીટ બોલવવા માટે grievanceguj-romum@uidia.ner.in ઉપર મેલ કરવાનો રહેશે.

(Photo-File)