- વડોદરાના વાઘોડિયા રોડ પર બનેલો બનાવ,
- માથાના ભાગે ગંભીર ઈજાઓને લીધે બાઈકચાલક યુવાનું મોત,
- અકસ્માતના બનાવની સીસીટીવી કૂટેજ પોલીસે મેળવ્યા
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વાઘોડિયા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. બાઈક ચાલક યુવાનનો એસયુવી કાર અને પીક અપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઈકચાલક યુવકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. આ બનાવના અકસ્માતના સીસીટીવી કૂટેજ વાઈરલ થયા હતા. જેમાં પૂરપાટ સ્પીડે જઈ રહેલો બાઈકચાલક યુવક પહેલા એસયુવી કાર થઈ અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પીક અપ વાન સાથે અથડાય છે. આ અકસ્માતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે, કે, વડોદરા નજીક વાઘોડિયા રોડ પર પૂરફાટ ઝડપે બાઈક એસયુવી કાર સાથે અથડાતા બાઈકચાલક યુવાન મેહુલ તડવી રોડ પર પટકાયો હતો. તે દરમિયાન રોડ પર પૂરફાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાને બાઈકચાલક યુવાનને અડફેટે લીધો હતો. અને યુવાનનું મોત નિપજ્યું હતું, દરમિયાન મૂળ છોટાઉદેપુર જિલ્લા અને હાલ વડોદરા જિલ્લાના વાઘોડિયાના લીમડા ખાતે રહેતા પ્રવિણભાઈ ગોબરભાઈ તડવી (ઉ.52) એ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દીકરો મેહુલ છેલ્લા દોઢ વર્ષથી વાઘોડીયા જીઆઇડીસીમાં શ્રીજી વે બ્રીજ ઉપર નોકરી કરતો હતો. સવારે 8 વાગ્યે મારો દીકરો મેહુલ અમારા ઘરેથી વાઘોડીયા જીઆઇડીસીમાં તેની બાઈક લઈને નોકરી પર ગયો હતો અને બપોરે 12 વાગ્યે મેં મારા દીકરાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે ઘરે જમવાનું બનાવ્યું નથી, જેથી તું હોટલમાંથી જમવાનું લઈ ઘરે આપવા માટે આવજે. તેમ જણાવતા તેણે કહ્યું હતું કે, હું વાઘોડીયાથી નીકળુ છું અને જમવાનુ આપી જાઉ છું. ત્યારબાદ બપોરના 12.30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો, તે વખતે મારા મોબાઇલ પર મારા છોકરાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને સામે અજાણયો માણસ બોલતો હતો તેણે મને કહ્યું હતું કે, આ મોબાઇલ વાળાભાઈનું એપોલો કંપનીના મેઈન ગેટ સામે એકસીડન્ટ થયો છે, જેથી તમે આવો. જેથી મેં આ વાતની જાણ મારા શેઠ તુષારભાઈ હર્ષદભાઈ કાશીવાલાને કરી હતી અને અમે બન્ને જણાં અમારા શેઠની ગાડી લઈને એપોલો કંપનીના મેઈન ગેટ પર ગયા હતા અને આવી ને જોયું તો વડોદરા- વાઘોડીયા રોડની વચ્ચે મારો દીકરો રોડ પર પડ્યો હતો અને બાજુમાં એપોલો કંપનીના ગેટની સામે મારા છોકરાની બાઈક પણ પડી હતી અને ત્યાં 108 એમબ્યુલન્સ પણ હાજર હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું