Site icon Revoi.in

કેદારનાથ-બદ્રીનાથમાં યાત્રાળુંઓની ભીડે રેકોર્ડ તોડ્યોઃ માત્ર 64 દિવસમાં જ 5 લાખ લોકોએ કર્યા દર્શન

Social Share

દહેરાદૂનઃ- ઉત્તરાખંડ ખૂબજ જાણીતું ઘાર્મિક સ્થળ છે, અહી કેદારનાથ અને બદરીનાથના દર્શનાર્થે લાખો લોકો દેશભરમાંથી અને વિદેશમાંથી આવતા હોય છે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે અહીં આવનારા લોકોમાં 70 ટકા સંખ્યા યુવાવર્ગની જોવા મળી છે, એટલે એમ પણ કહી શકાય છે આ વર્ષ દરમિયાન યુવાઓએ પમ ઘાર્મિક સ્થળને પોતાની પરહેલી પસંદ બનાવી છે.

કોવિડ પ્રતિબંધો છતાં આ વર્ષે પાંચ લાખથી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી. પ્રવાસ ટૂંકા ગાળા માટે ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં, ગયા વર્ષની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. તે જાણીતું છે કે આ વર્ષે મે મહિનામાં ચારધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ કોવિડ સંક્રમણને કારણે હાઈકોર્ટે યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

જ્યારે સરકારે યાત્રાને ખોલવાની અપીલ કરી ત્યારે કોર્ટે યાત્રા પરથી પ્રતિબંધ હટાવીને મર્યાદિત સંખ્યામાં યાત્રાઓ શરૂ કરવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ 18મી સપ્ટેમ્બરે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. પરંતુ ઈ-પાસની વ્યવસ્થા અને મર્યાદિત સંખ્યામાં મુસાફરોને કારણે ઓછા લોકો જોઈ શક્યા હતા. મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે 5 ઓક્ટોબરે મુસાફરી સંબંધિત ઈ-પાસની શરતોને નાબૂદ કરી દીધી હતી.આ પછી યાત્રાએ જોર પકડ્યું અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા આ વર્ષે કોરોના સંક્રમણ હોવા છતાં ચારધામના દર્શનને લઈને યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જ કારણ હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ સંખ્યામાં યાત્રિકો ચારધામ દર્શને પહોંચ્યા હતા.

ચારધામમાં, સામાન્ય રીતે સૌથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચે છે. પરંતુ આ વખતે સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. દેવસ્થાનમ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ વર્ષે કુલ 2,42712 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. જ્યારે બદ્રીનાથમાં 1,97056 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ગંગોત્રીમાં 33166 જ્યારે યમુનોત્રીમાં 33306 યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી.