પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલિતાણામાં અખાત્રીજના દિને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપના પારણા કર્યા હતા. ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે
અખાત્રીજ દિવસનુ જૈન ધર્મમાં અનોખું જ મહત્વ છે. આ દિવસે જે પણ જૈનોએ ‘વર્ષીતપ” કર્યા હોય એમના ઈક્ષુરસ (શેરડીનો રસ) થી પારણા કરવામાં આવે છે. આખું વર્ષ બધી ૠતુઓ, અનુકુળ કે પ્રતિકુળ ગણાતા તીર્થધામ ‘પાલીતાણા’ માં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લાહવો છે.ત્યારે જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલીતાણા ખાતે અખાત્રીજના દિવસે રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપ ના પારણા કર્યા હતા. હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા,પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સયમ ગ્રહણ કર્યો અને તેમના સયમ ગ્રહણના 400 દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનારા ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે. ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે. આજનો દિવસ શુભભાવોને આદિ કરતો અને અશુભભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણું કરે છે.
પાલીતાણામાં વર્ષીતપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો પંન્યાસપ્રવર મહારાજ સાહેબ મુની ભગંવતો અને સાધ્વીજી ભગવંતો સહીત ભગવંતોની ઉપસ્થિતિમાં આ વર્ષે 1040થી વધુ વર્ષીતપના પારણાનો ભવ્ય પ્રવેશ ખુબજ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રથમ જય જ્ય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહો ના જય ઘોષ સાથે શેત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી. શેરડીના રસની પક્ષાલ કરી દાદા આદિનાથને પ્રણામ કર્યા બાદ ચેત્યવંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી. તલેટી ખાતેના “પારણા ઘર’’ માં વર્ષીતપ આરાધકોને તેમના સગા સબંધીઓ દ્વારા ઇક્ષુરસ( શેરડીના રસ)થી પારણા કરાવ્યા હતા.