Site icon Revoi.in

પીલીભીત ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ હવે ઓળખાશે

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ દેશભરમાં જાણીતું છએ જે પ્રવાસીઓના આકર્ષમનું પણ કેન્દ્ર છે જો કે હવે આ ટાઈગર રિઝર્વ માત્ર વાધ પુરતુ સિમિત રહેશે નહી કારણ કે હવે અહીયા હાથીઓને પણ બહારથી લાવવામાં આવશે આ માટે યોગી સરકારે પરવાનગી આપી દીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીલીભીત ટાઈગર રિઝર્વ જંગલોમાં વાઘની સાથે હાથીઓને પણ કુદરતી રક્ષણ મળશે. કેન્દ્ર સરકાર બાદ  રાજ્ય સરકારે પણ તેરાઈ એલિફન્ટ રિઝર્વની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા પણ બમણી થવાની ધારણા છે.  આ સાથએ જ હાથઈઓની સંખ્યા પણ વધશે.

પીલીભીત ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટરે આપેલી જાણકારીવપ્રમાણે રાજ્ય સરકારે તેરાઈ હાથીને લાવવાની મંજૂરી આપી છે. આ સાથે પીલીભીત ટાઈગર રિઝર્વની 73024.98 હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાથીઓના સંરક્ષણ માટે આ વધુ સારી સિદ્ધિ સાબિત થઈ શકે છે.

પીલીભીત એલિફન્ટ રિઝર્વ એ રાજ્યનું બીજું અને દેશનું 33મું હાથી રિઝર્વ હશે, જેમાં ટાઈગર રિઝર્વનો મોટો હિસ્સો આ માટે રાખવામાં આવ્યો છે. પીલીભીત રેન્જની બોર્ડર નેપાળની શુક્લ ફંટા સેન્ચ્યુરીને અડીને આવેલી છે, જેના કારણે નેપાળથી મોટી સંખ્યામાં હાથીઓ અહીં આવતા  રહે છે અને હાથીઓને પણ પીલીભીતમાં કુદરતી આનંદ મળે છે. જેના કારણે અહીં અવાર-નવાર હાથીઓ આવતા હતા.ત્યારે હવે વાધ સિવાય હાથીઓ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળશે, વિતેલા ગુરુવારે ડિસેમ્બરના એન્ડમાં રાજ્યની સરકારે આ માટે પરવાનગી આપી દીધી છે.22 ઓક્ટોબર, 2022 ના રોજ, કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપી હતી કે અનામતને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે.